________________
so
જીવ-વિચાર–પ્રકાશિકા ક્ત કે નિર્માતા ઘણુ ભાગે એ કૃતિના છેડે ગર્ભિત રીતે અને કેટલીક વાર રપષ્ટતયા પિતાના નામનું સૂચન કરતા. આથી તે કૃતિ કોની છે? એ સમજાઈ જતું. આ રીતે જીવવિચાર-પ્રકરણની પચાસમી ગાથામાં સિરિ-સંત સૂરિ– fસ એ શબ્દો વડે પ્રકરણકર્તાએ પિતાનું “શ્રીશાતિસૂરિ એવું નામ સૂચવ્યું છે.
અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે “આ શાન્તિસૂરિજી મહારાજ કયા?” કારણ કે જેન પરંપરામાં અનેક શાન્તિસૂરિજી થયેલા છે, જેમકે – . (૧) ઉત્તરાધ્યયનસૂત્ર-બૃહદ્રવૃત્તિના રચનાર થારાપદ્રગછીય શ્રીશાન્તિસૂરિ કે જે વાદિવેતાલની પદવીથી વિભૂષિત હતા. . (૨) તિલકમંજરી-કથા-ટિપ્પનના રચયિતા પૂર્ણ– તલ્લગચ્છીય શ્રીશાન્તિસૂરિ.
(૩) વાર્તિકવૃત્તિવિધાયક ચન્દ્રકુલીય શ્રી વર્ધમાન સૂરિશિષ્ય શ્રીશાન્તિસૂરિ.
() ધર્મરત્નપ્રકરણ, પૃથ્વીચન્દ્રચરિત્ર આદિના ક્ત શ્રી નેમિચન્દ્રસૂરિશિષ્ય શ્રીશાન્તિસૂરિ.
(૫) ભક્તામર સ્તંત્રની વૃત્તિના પ્રણેતા ખંડેલગછીય. શ્રી શાન્તિસૂરિ . (૬) પ્રમાણુપ્રમેયકલિકાવૃત્તિના નિર્માતા શ્રીશાન્તિસૂરિ
૧. સ્થિરપદ એવું નામ પણ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org