________________
Y
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ વિચાર કરી શકે છે, સારી–પેટી લાગણીઓને અનુભવ કરી શકે છે અને અનેક પ્રકારની ઈચ્છાઓ કરી તેને. અમલમાં પણ મૂકી શકે છે. આ કંઈ જે-તે ફેર નથી! તે જ રીતે એક યંત્રમાં શ્વાસ લેવાની કે મૂક્વાની જરાયે શક્તિ નથી, ત્યારે બીજું યંત્ર ગમે તેટલે દીર્ધ શ્વાસ લઈ શકે છે, તેને રેકી પણ શકે છે અને મૂકી પણ શકે. છે. એટલે બંને યંત્ર વચ્ચે અતિ મેટો અને અસાધારણ ફેરફાર છે. હવે અમારા વિદ્વાન મિત્ર! અમને એટલું જ કહે કે આ અસાધારણ ફેર શેને આભારી છે?”
તેમણે થોડી વાર વિચાર કરીને કહ્યું: “પ્રથમ યંત્ર. જડ છે અને બીજું યંત્ર ચેતનાવાળું છે, તેના લીધે આવે. અસાધારણ ફેર જણાય છે.”
અમે કહ્યું: “તે આપ જડ અને ચૈતન્ય એવા બે. પ્રકારના પદાર્થોને સ્વીકાર કરે છે ને?”
તેમણે કહ્યું : “જરૂર. અમે લાડા, ઢા, પથ્થર, કાચ વગેરેને જડ માનીએ છીએ અને મનુષ્ય, પશુ, પક્ષી, જતુ વગેરેને ચેતનાવાળા માનીએ છીએ. જે વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ હોય તેને માનવાને ઈન્કાર શા માટે કરીએ?’
અમે કહ્યું: “તમે હમણું જેને ઉલ્લેખ કર્યો, એ. ચેતના શું છે?”
તેમણે કહ્યું : “વરાળ જેમ એક પ્રકારની શક્તિ છે. વિદ્યુત જેમ એક પ્રકારની શક્તિ છે, તેમ ચેતના પણ એકપ્રકારની શક્તિ છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org