________________
છવ-વિચાર અંગે કિંચિત નથી, તેના વિષે વિશેષ વિચાર શું હોઈ શકે?” તે આમ કહેવું ઉચિત નથી. વાયુ નજરે દેખાતું નથી, ઈથર નજરે. દેખાતું નથી અને વિદ્યુતશક્તિ પણ નજરે દેખાતી નથી, તે શું એના વિષે વિશેષ વિચાર થઈ શકતું નથી? એક વસ્તુ દશ્ય હેય કે અદશ્ય, પણ તેના વિષે વિચાર થઈ શકે છે અને તેના ગુણધર્મ નક્કી કરી શકાય છે, પરંતુ આ વાત તે સામાન્ય મનુષ્યને અનુલક્ષીને થઈ. જે. સર્વજ્ઞ અને સર્વદશી છે, તેમને તે બધું હસ્તામલવત્ એટલે હાથમાં રહેલા આંબળાની જેમ સ્પષ્ટ દેખાય છે, તેથી તેમને માનસિક ભૂમિકા પર કશે વિચાર કરવાની આવશ્યક્તા રહેતી નથી. તેઓ તે જ્ઞાનદષ્ટિએ જે કંઈ જુએ છે–જાણે છે, તે જ પ્રમાણ છે.
તત્વની વિચારણું જીવથી શરૂ થાય છે. જેમકેजीवाऽजीवा पुण्णं, पावासव संवरो य निज्जरणा । વધt મુલા જ તા, નવ તત્તા હૂંતિ નાથવા |
નવ તત્વે જાણવા છે. તે આ પ્રમાણે (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાય, (૫) આશ્રવ, (૬) સંવર, (9 નિર્જર, (૮) બંધ અને (૯) મોક્ષ.”
અમે પાઠકેને પૂછીએ છીએ કે સો અથવા હજારની સંખ્યામાંથી એકડે લઈ લઈએ તે બાકી શું રહે છે? એ જ સ્થિતિ તત્ત્વજ્ઞાનની છે. જે તેમાંથી જીવતવ લઈ " લઈએ તે બાકી કંઈ રહેતું નથી. - અહીં કેઇ એમ કહેતું હોય કે અજીવ બાકી રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org