________________
*
જ
જીવ-વિરાર-પ્રાશિફતને ઝરૂ જ ન હતા અને ત્યાધર્મને ઉપદેશ દેતાં અભયદાનની આટલી જોરદાર હિમાયત પણ કરી ન હતી. તાત્પર્ય કે ગૃહસ્થ પણ જીવદયાનું પાલન કરી શકે છે અને પિતાના ચારિત્રનું ઉત્તમ પ્રકારે ઘડતર કરીને આત્મવિકાસના માર્ગે આગળ વધી શકે છે.
. જીવદયા એટલે જીવની દયા, જીવરાશિની દયા. આ વિશ્વમાં જીવને જે સમૂડ વ્યાપેલે છે, તેને જીવરાશિ કહેવાય છે. રાશિ એટલે સમૂડ. હવે જીવરાશિના સ્વરૂપનું જ જ્ઞાન ન હોય, તે જીવેની દયા કઈ રીતે પળે? શાસ્ત્ર કાર ભગવંતે તે સ્પષ્ટ ફરમાવ્યું છે કે
पढमं नाणं तओ दया, एवं चिदइ सव्वसंजए । अन्नाणी किं काही किंवा नाहीइ छेअ-पावगं? ॥
પ્રથમ જ્ઞાન અને પછી દયા. આ પ્રમાણે સર્વ સંયત પુરુષે સ્થિત છે-માને છે. અજ્ઞાની શું કરે? તે શ્રેય અને પાપને માર્ગ કેમ કરીને જાણે?”
અહીં સાધુધર્મનો વિષય ચાલી રહ્યો છે. તેને ઉદ્દેશીને એમ કહેવાયું છે કે જેણે પ્રથમ એટલે પ્રારંભમાં જીવ સંબંધી જ્ઞાન મેળવી લીધું હોય, તે જ દયાનું સારી રીતે પાલન કરી શકે છે. જે અજ્ઞાની છે, એટલે કે જીવનું સ્વરૂપ જાણ નથી, એ શું કરવાને? એ કેમ કરીને જાણવાને કે આ શ્રેયનો માર્ગ છે અને આ પાપમાગે છે?
સરળ તેમણે જણાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org