Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

Previous | Next

Page 30
________________ જૈનદર્શનની દૃષ્ટિએ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ દરેક પદાર્થોના ભાગ તરીકે રહેલો હતો અને ભવિષ્યમાં દરેક પદાર્થના મૂળભૂત એકમ તરીકે તે રહેવાનો છે, એટલે તે એક જ પરમાણુને જાણવા/ઓળખવા માટે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થોનું જ્ઞાન જરૂરી છે. તેથી કહ્યું કે જે એક પરમાણુનું સંપૂર્ણ જ્ઞાન મેળવે છે, તેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય છે અને જેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છે તે દરેક પરમાણુને પણ સંપૂર્ણ રીતે જાણે છે. 3 આ આ જ સંદર્ભમાં આપણે વિચારીએ તો આધુનિક અણુમાં રહેલ સ્ટ્રોંગ ન્યૂક્લિઅર ફોર્સ અને વીક ન્યૂક્લિઅર ફોર્સ અને તેનાં વિદ્યુચુંબકીય બળોનું જ મોટું સ્વરૂપ અવકાશી પદાર્થોનાં ગુરુત્વાકર્ષણ અને વિદ્યુચુંબકીય બળો છે. એટલે જે નિયમો અણુને લાગુ પડી શકે છે તે જ નિયમો અવકાશી પિંડોને પણ લાગુ પડે છે. બ્રહ્માંડની કોઈ પણ ક્રિયા તેના પોતાના નિયમ વિરુદ્ધ ક્યારેય થતી નથી. તેથી જ્યારે આપણને એમ લાગે કે આપણે આ બ્રહ્માંડની સંરચના અને વિભિન્ન ક્રિયા અને પ્રતિક્રિયા વિશેના નિયમો નક્કી કર્યા છે તેની વિરુદ્ધ કોઈ બનાવ છે, તો તે બનાવ આપણે નક્કી કરેલા નિયમોની ઊણપ બતાવે છે, એમ માનવું જોઈએ અને એ ઊણપ દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. આજે આઇન્સ્ટાઇને સ્થાપેલા ‘વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત’ અને ‘સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત' વિશે ફરીવાર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે થોડા સમય પહેલાં જ, અમેરિકામાં સ્થાયી થયેલ ભારતીય વિજ્ઞાની ડૉ. ઈ. સી. જી. સુદર્શને તથા તેમના મિત્રોએ, ગાણિતિક રીતે સિદ્ધ કરી બતાવ્યું છે કે પ્રકાશના ફોટૉન કણો કરતાં પણ વધુ ઝડપી કણો છે અને તેનું નામ ‘ટેક્સૉન' (tachyon) આપેલ છે. મૂળભૂત પરમાણુના બંધારણ અને તેના સ્વભાવનું કોઈ ચોક્કસ વર્ણન કરવું હજુ સુધી શક્ય બન્યું નથી. એ સ્વભાવનો પરિચય પામવાની અને અન્ય કોઈને એ પરિચય આપવાની/સમજાવવાની આપણી કોઈ ક્ષમતા હતી નહિ અને છે પણ નહિ. આપણી એ અસમર્થતાનું પ્રતિપાદન, ઈ.સ. 1833માં કહેવાયેલ વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની માઇકલ ફેરાડે(Michael Faraday)ના નીચેના શબ્દો વડે થાય છે : 'But I must confess, I am jealous of the term 'atom'. For though it is very easy to talk of atoms, it is very difficult to form a clear idea of their nature, especially when compound bodies are under consideration.' આ વાત અત્યારે પણ એટલી જ સત્ય જણાય છે કારણ કે દિન-પ્રતિદિન જેમ જેમ વિજ્ઞાનીઓ નવી નવી શોધ કરતા જાય છે તેમ તેમ મૂળભૂત કણો, તેનું બંધારણ તથા તેની લાક્ષણિક્તાઓ વિશેના પ્રશ્નો વધુ ને વધુ જટિલ બનતા જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 ... 368