________________
જૈનદર્શનની દૃષ્ટિએ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ
દરેક પદાર્થોના ભાગ તરીકે રહેલો હતો અને ભવિષ્યમાં દરેક પદાર્થના મૂળભૂત એકમ તરીકે તે રહેવાનો છે, એટલે તે એક જ પરમાણુને જાણવા/ઓળખવા માટે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થોનું જ્ઞાન જરૂરી છે. તેથી કહ્યું કે જે એક પરમાણુનું સંપૂર્ણ જ્ઞાન મેળવે છે, તેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય છે અને જેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છે તે દરેક પરમાણુને પણ સંપૂર્ણ રીતે જાણે છે.
3
આ
આ જ સંદર્ભમાં આપણે વિચારીએ તો આધુનિક અણુમાં રહેલ સ્ટ્રોંગ ન્યૂક્લિઅર ફોર્સ અને વીક ન્યૂક્લિઅર ફોર્સ અને તેનાં વિદ્યુચુંબકીય બળોનું જ મોટું સ્વરૂપ અવકાશી પદાર્થોનાં ગુરુત્વાકર્ષણ અને વિદ્યુચુંબકીય બળો છે. એટલે જે નિયમો અણુને લાગુ પડી શકે છે તે જ નિયમો અવકાશી પિંડોને પણ લાગુ પડે છે. બ્રહ્માંડની કોઈ પણ ક્રિયા તેના પોતાના નિયમ વિરુદ્ધ ક્યારેય થતી નથી. તેથી જ્યારે આપણને એમ લાગે કે આપણે આ બ્રહ્માંડની સંરચના અને વિભિન્ન ક્રિયા અને પ્રતિક્રિયા વિશેના નિયમો નક્કી કર્યા છે તેની વિરુદ્ધ કોઈ બનાવ છે, તો તે બનાવ આપણે નક્કી કરેલા નિયમોની ઊણપ બતાવે છે, એમ માનવું જોઈએ અને એ ઊણપ દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ.
આજે આઇન્સ્ટાઇને સ્થાપેલા ‘વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત’ અને ‘સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત' વિશે ફરીવાર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે થોડા સમય પહેલાં જ, અમેરિકામાં સ્થાયી થયેલ ભારતીય વિજ્ઞાની ડૉ. ઈ. સી. જી. સુદર્શને તથા તેમના મિત્રોએ, ગાણિતિક રીતે સિદ્ધ કરી બતાવ્યું છે કે પ્રકાશના ફોટૉન કણો કરતાં પણ વધુ ઝડપી કણો છે અને તેનું નામ ‘ટેક્સૉન' (tachyon) આપેલ છે.
મૂળભૂત પરમાણુના બંધારણ અને તેના સ્વભાવનું કોઈ ચોક્કસ વર્ણન કરવું હજુ સુધી શક્ય બન્યું નથી. એ સ્વભાવનો પરિચય પામવાની અને અન્ય કોઈને એ પરિચય આપવાની/સમજાવવાની આપણી કોઈ ક્ષમતા હતી નહિ અને છે પણ નહિ. આપણી એ અસમર્થતાનું પ્રતિપાદન, ઈ.સ. 1833માં કહેવાયેલ વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની માઇકલ ફેરાડે(Michael Faraday)ના નીચેના શબ્દો વડે થાય છે :
'But I must confess, I am jealous of the term 'atom'. For though it is very easy to talk of atoms, it is very difficult to form a clear idea of their nature, especially when compound bodies are under consideration.'
આ વાત અત્યારે પણ એટલી જ સત્ય જણાય છે કારણ કે દિન-પ્રતિદિન જેમ જેમ વિજ્ઞાનીઓ નવી નવી શોધ કરતા જાય છે તેમ તેમ મૂળભૂત કણો, તેનું બંધારણ તથા તેની લાક્ષણિક્તાઓ વિશેના પ્રશ્નો વધુ ને વધુ જટિલ બનતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org