SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓની શ્રદ્ધા કોઈ એક ધર્મ કે સંપ્રદાયગત હોતી નથી. એટલે કે અંધશ્રદ્ધા નહિ પણ વિશાળ અર્થમાં ધર્મ ઉપરની બુદ્ધિજનિત નિષ્પક્ષ શ્રદ્ધા હોય છે, અને સત્યનો સ્વીકાર એ આવી શ્રદ્ધાનું અગત્યનું લક્ષણ છે. તેથી જ ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાની પોતે મુસ્લિમ હોવા છતાં, તેઓએ પોતાના “Atomic structure' પુસ્તકના પહેલા પ્રકરણની શરૂઆતમાં કહ્યું છે કે : The idea that all matter consists of aggregate of large numbers of relatively few kinds of fundamental particles is an old one. Traces of it are found in Indian philosophy about twelve centuries before Christian Era. જ્યારે આવા, પ્રગતિશીલ વિજ્ઞાની, એમ કહેતા હોય કે આ અણુવિજ્ઞાનનું મૂળ ભારતીય તત્ત્વજ્ઞાનમાં રહેલું છે ત્યારે આપણા દેશના વિજ્ઞાનીઓએ આ દિશામાં અગત્યનું સંશોધન હાથ ધરવું જોઈએ અને આપણા પ્રાચીન ગ્રંથોના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક પદ્ધતિએ જગત સમક્ષ મૂકવા જોઈએ. ભારતીય દર્શનોમાં જૈનદર્શન મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને જૈનદર્શનના ગ્રંથોમાં આ સમગ્ર બ્રહ્માંડનું અને એના એક એક પરમાણુની તથા એ પરમાણુઓના સમૂહથી બનતા પદાર્થો વિશે વિસ્તૃત વિચારણા કરેલ છે અને આચારાંગ નામના પવિત્ર જૈન આગમમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે માં નાફ, સેવં ગાડું; ને સળં ગાડુ, તે પણ નાડુ (જે એકને જાણે છે તે સર્વને ઓળખે છે અને જે સર્વને ઓળખે છે તે એકને ઓળખે છે.) આ એક અને સર્વ કોણ ? એની સ્પષ્ટતા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકાચાર્યજી કહે છે કે એક એટલે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થના મૂળભૂત દ્રવ્યરૂપ પુદ્ગલ(matter)નો એક સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુ, જેનું ક્યારેય કોઈ પણ રીતે વિભાજન શક્ય નથી એટલે કે જે સદાને માટે અવિભાજ્ય છે. આ દષ્ટિએ આજના વિજ્ઞાનીઓએ માનેલ પરમાણ, પરમાણુ (atom) છે જ નહિ. કારણ કે તેનું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન, ક્લાર્ક વગેરે અનેક પ્રકારના કણોમાં વિભાજન શક્ય છે અને થાય છે. અત્યાર સુધી પ્રોટૉનને અવિભાજ્ય માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લાં સંશોધનોએ, એ પ્રોટૉનના પણ મૂળભૂત કણોરૂપ ક્લાર્ક છે અને ત્રણ ક્લાર્ક ભેગા થઈ પ્રોટોન બને છે, એવું દર્શાવ્યું છે. જૈનદર્શનની માન્યતા પ્રમાણેનો પરમાણુ, આ બ્રહ્માંડના સકળ પદાર્થોના સર્જન માટે મૂળભૂત એકમ છે અને એ એક પરમાણુને સંપૂર્ણ રીતે જાણવો એટલે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થને જાણવા, કારણ કે એ એક પરમાણુ ભૂતકાળમાં આ બ્રહ્માંડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy