Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જેનદર્શનની દ્રષ્ટિએ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ
સાપેક્ષતા સિદ્ધાંતની મર્યાદાઓ સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત સજીવ-સૃષ્ટિમાં, મનુષ્ય એ સર્વોપરિ પ્રાણી છે, એમ વિજ્ઞાન અને ધર્મ, બંને સ્વીકારે છે. જો કે બંનેએ માનેલી મનુષ્યની સર્વોપરિતામાં આસમાન જમીન જેટલો તફાવત છે, છતાં મનુષ્યની સર્વોપરિતાની બાબતમાં બંને સમાન છે.
વિજ્ઞાન, મનુષ્યને સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને પ્રગતિશીલ માને છે. દુનિયામાં મનુષ્ય સિવાય અન્ય કોઈ પ્રાણીએ આવો બૌદ્ધિક અને સર્વાગીણ વિકાસ સાધ્યો નથી, એ જ એની બૌદ્ધિક સર્વોપરિતાનું પ્રમાણ છે.
ધર્મ, વિજ્ઞાને કહેલી ઉપરની બાબતોમાં મનુષ્યની સર્વોપરિતાનો તો સ્વીકાર કરે જ છે, પણ એ સર્વોપરિતા એને માટે કોઈ મહત્ત્વની બાબત નથી. એ તો એ દૃષ્ટિએ મનુષ્યને સર્વોપરિ માને છે કે મનુષ્ય સિવાય જગતનું કોઈ પણ પ્રાણી આ જગતમાં આધ્યાત્મિક પ્રગતિ સાધી, કર્મનાં બંધન તોડી મુક્તિ(મોક્ષ) પામી શક્વા સમર્થ નથી. અલબત્ત, આ આધ્યાત્મિક પ્રગતિમાં બુદ્ધિ એ મહત્ત્વનું સાધન છે, તે છતાં બૌદ્ધિક સર્વોપરિતા જ અગત્યની નથી.
આ રીતે જોવા જઈએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ, બંને એક સિક્કાની જ બે બાજુ છે. છતાં એક વાત સ્પષ્ટ રીતે ખ્યાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે. પરંતુ અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને છે અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોને અંતે પણ આ વિશ્વના સંચાલક બળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદૃશ્ય સત્તાનો સ્વીકાર કરે છે.
આ જ કારણે ભૂતકાળના ડૉ. આઈન્સ્ટાઈન, ડૉ. ઓપેનહાઇમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડો. અબ્દુસ્સલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org