________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 23 અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના. અહીં ધર્મ-અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઈ ગયાં છે. આજે પણ મોજૂદ છે. એટલે ધર્મ પ્રત્યેના સમભાવમાં ને ધર્મી-મનુષ્યો-પ્રત્યેના સમભાવમાં કંઈક ભેદ છે. મનુષ્ય-માત્ર-દુષ્ટ અને શ્રેષ્ઠ, ધર્મી અને અધર્મી-પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહિ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારું જોઈએ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક છે, મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહિ ટળે, છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે. . ...આત્મસંતોષને સારુ જ્યારે હું જુદાં જુદાં ધર્મપુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તી, ઇસ્લામ, જરથોસ્તી, યહૂદી અને હિન્દુ ધર્મ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષ પૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહિ હોય, પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઈ યાદ નથી. પણ એમનાં પુસ્તકો ધર્મનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાંતો એકસરખા જોતો. કેટલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમ જ હિંદુ ધર્મપુસ્તકોનું હતું. આજે પણ કેટલુંયે નથી સમજતો પણ અનુભવે જોઉં છું કે, જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું તે આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે ઊકલી જાય છે; અને જ્યાં આપણે દોષ જ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતા અને વિવેક હોય છે તેથી કોઈને દુઃખ નથી થતું. એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે, ધર્મ-અધર્મનો ભેદ રહે છે, અને અધર્મ પ્રત્યે સમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય, તો ધર્માધર્સનો નિર્ણય કરાવમાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી ? આવો પ્રશ્ન થાય અને એવા નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પણ આપણામાં ખરી અહિંસા વર્તતી હોય તો આપણે વેરભાવનામાંથી બચી જઈએ છીએ, કેમ કે અધર્મ જોતાં છતાં તે અધર્મને આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે અને તેથી કાં તો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે, અથવા આપણી ભૂલ આપણને બતાવશે, અથવા બંને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે સામેનો અહિંસક નહિ હોય તો તે કઠોરતા વાપરશે; તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઈશું તો આપણી મૃદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારું પણ આપણે તેને