________________ 5O જગતના વિદ્યમાન ધર્મો આ શ્લોકમાં એમ કહ્યું છે જે “સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૂજતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને લય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે લય કરે છે.”૭ : જીવોનું કલ્યાણ એ પરમાત્માની જગતને લગતી પ્રવૃત્તિઓનો હેતુ હોઈ, હેતુવાદ એ હિન્દુ ધર્મનો જગત અંગેનો સિદ્ધાંત છે. હેતુવાદ ઉપરાંત જગત અંગેના હિન્દુ સિદ્ધાંતને ઘણીવાર માયાવાદ કે લીલાવાદ તરીકે પણ સમજાવવામાં આવે છે. માયાવાદ : પરમાત્મા પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિ કે માયામાંથી જગતનું સર્જન વગેરે પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિઓને તેમના પોતાના સ્વાર્થ કે સ્વરૂપ સાથે કશો સંબંધ નથી. તેથી એમ કહી શકાય કે આ જગત એ પરમાત્માની માયા છે. આ થયો માયાવાદ. (માયાના બે અર્થ છે : 1. પરમાત્માની શક્તિ અને 2. અંતિમ તાત્ત્વિક દૃષ્ટિએ મિથ્યા. આ જગત પરમાત્માની માયાશક્તિને આભારી છે અને પરમાત્મા માટે તેનું કોઈ અંતિમ મૂલ્ય નથી એમ જણાવતો માયાવાદ માયા શબ્દના આ બંને અર્થને આવરી લે છે.) શંકરાચાર્ય માયાવાદના સુવિખ્યાત પ્રતિપાદક છે. લીલાવાદ : હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પણ પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું પ્રયોજન ન હોય તેવી આનંદદાયક પ્રવૃત્તિનું માનવજીવનમાંથી કોઈ સરસ ઉદાહરણ મળી શકે છે? એ પ્રશ્નનો વિચાર કરતાં હિન્દુ ધર્મતત્ત્વમીમાંસકોને એમ લાગ્યું છે કે રમત એ આ પ્રકારની પ્રવૃત્તિનું સુંદર ઉદાહરણ છે. આથી તેમણે લીલા (રમત) વાદ રજૂ કર્યો. લીલાવાદીની દૃષ્ટિએ આ જગત એ પરમાત્માની લીલા કે આનંદાભિવ્યક્તિ છે. લીલાવાદી વિચારણાનાં બીજ ઉપનિષદોમાં છે. રામાનુજાચાર્ય જેવા વેદાંતના આચાર્યોએ અને શ્રી અરવિંદ જેવા આધુનિક વિચારકોએ લીલાવાદનું વધારે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરેલું છે. ત્રણ વાદ વચ્ચે વિરોધનો અભાવ : હેતુવાદ, માયાવાદ અને લીલાવાદની ઉપર્યુક્ત સમજૂતી પરથી સ્પષષ્ટ થશે કે જગત અંગેના હિન્દુધર્મમાં પ્રચલિત આ ત્રણ સિદ્ધાંતો એકબીજાના બાધક નથી. પરમાત્માની પોતાની દૃષ્ટિએ વિચારીએ તો આ જગત એમની આખરે નહિ ટકનારી માયા છે અથવા તો આનંદાભિવ્યક્તિરૂપ લીલા છે અને આ બધી લીલાઓ આખરે નહિ ટકનારી માયા હોઈ, લીલાવાદ અને માયાવદ વચ્ચે વિરોધ નથી. જગતના જીવોની દૃષ્ટિએ વિચારીએ તો પરમાત્માની માયારૂપ કે લીલારૂપ આ જગત તેમના ભોગ અને મોક્ષ માટેની પ્રવૃત્તિઓનો તખ્તો પૂરો પાડે