________________ 198 જગતના વિદ્યમાન ધર્મો કુરાનમાં કહ્યું છે કે ““હે શ્રદ્ધાળુઓ ! પોતાની સાચી કમાઈના શુદ્ધ ભાગમાંથી દાન આપો - એવી વસ્તુઓમાંથી કે જે ઈશ્વરે તમને જમીનમાંથી ઉત્પન્ન કરી દીધી છે; તમે ફરી ફરી દાન કરી શકો તે હેતુથી તમે હરામની કમાઈ તરફ દૃષ્ટિ ન દોડાવો.” “જો તમે જાહેર રીતે દાન કરી શકો તો સારું છે પણ જો તમે ગુપ્ત રીતે ગરીબોને ધન આપો તો તે વધારે સારું છે. આમ કરવાથી તમારાં બૂરાં કાર્યો ઓસરતાં જાય છે; તમે જે કરો છો તેની જાણ ઈશ્વરને છે.” (2-271)23 મહંમદ સાહેબે કહ્યું છે : ““પોતાનો પડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય ત્યારે જે માણસ પોતે પેટ ભરીને ખાય છે તે મોમીન (ઈમાનદાર) નથી.” - બૈહકી એક વાર મહંમદ સાહેબ સફરમાંથી મદીને પાછા આવ્યા અને પોતાની પુત્રી ફાતમાને મળવા સીધા તેને ત્યાં ગયા. પુત્રીના ઘરમાં બે ચીજો નવી હતી. એક રેશમી કાપડનો ટુકડો પડદાની પેઠે એક દરવાજા પર લટકતો હતો અને ફાતમાના હાથમાં ચાંદીનાં કડાં હતાં. આ જોઈને મહંમદ સાહેબ પાછા પગે મસ્જિદમાં પાછા આવ્યા અને ત્યાં બેસીને રોવા લાગ્યા. ફાતમાએ પોતાના પુત્ર હસનને પૂછવા મોકલ્યો કે નાના આટલા જલદી કેમ પાછા ગયા. હસને જઈને નાનાને કારણ પૂછ્યું. પયગંબર સાહેબે જવાબ આપ્યો : “મસ્જિદમાં લોકો ભૂખ્યા બેઠા હોય અને મારી દીકરી ચાંદીનાં કડાં પહેરે તથા રેશમ વાપરે એ જોઈને મને શરમ આવી !" હસને જઈને માને કહ્યું. ફાતમાએ તરત જ કડાં ભાંગીને તે જ રેશમના કકડામાં બાંધીને પિતાને મોકલી દીધાં. મહંમદ સાહેબ ખુશ થયા અને કડાં તથા કાપડ વેચીને રોટી મંગાવી અને ગરીબોને વહેંચી દીધી. પછી તેમણે સાતમા પાસે જઈને કહ્યું, “હવે તું, ખરેખર મારી દીકરી છે.”૨૪ અન્ય નૈતિક સગુણો અંગે મહંમદ સાહેબનો ઉપદેશ જોઈએ. 1. માબાપની સેવાઃ “પોતાનાં માબાપ સાથે સદાચારથી વર્તો-જો તેમાંથી કોઈ એક કે બંને ઘરડાં થઈ જાય તો તેમને લેશ પણ માઠું ન લાગવા દો, તેમને કોઈ આકરી વાત ન કહો, એમની સાથે વાતચીત કરો તો પ્રેમથી અને નમ્રતાથી કરો, તેમની પાસે વિવેકપૂર્વક રહો, એમના પ્રત્યે સભાવના રાખો તથા ઈશ્વર પાસે માગો : “હે ભગવાન એમના ઉપર દયા વરસાવ, કારણ કે એમણે મને નાનેથી મોટો કર્યો છે.૨૫ લડાઈના દિવસોમાં કોઈએ આવીને કહ્યું : ““હે પયગંબર, હું (અલ્લાહને માટે) લડાઈમાં જવા ઇચ્છું છું.” મહંમદ સાહેબે તેને પૂછ્યું: “તારી મા જીવે છે?” પેલાએ કહ્યું, ““હા.” મહંમદ સાહેબે ફરી પૂછ્યું: “શું બીજું કોઈ તેનું પાલન-પોષણ કરનાર છે ?" પેલાએ જવાબ આપ્યો : “ના.” મહંમદ સાહેબે કહ્યું : ““તો જા, તારી માની સેવા કર, કારણ કે ખરેખર તેનાં જ ચરણો નીચે સ્વર્ગ છે.”૨૬ 2. ભલાઈઃ “અને જો તમે કોઈ પર બદલો લેવા લાગો તો એટલો જ બદલો