________________ શિન્જો ધર્મ 233 આમ, જાપાનની પ્રજાની એ ધાર્મિક માન્યતા છે કે પોતાનો દેશ અને રાજા દૈવી છે. ઈ.સ. ૧૮૮૯માં જાપાનનું નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે પણ આ માન્યતા પર ફરીથી ભાર મૂકવામાં આવ્યો છે. આ બંધારણના ઉદેશભાગમાં કહેવામાં આવ્યું છે કે, ““સનાતન કાળથી અવિચ્છિન્ન ચાલી આવેલી રાજગાદી ઉપર મિકાડો બેસે છે.” ઐતિહાસિક દૃષ્ટિએ વિચારીએ તો માલૂમ પડે છે કે જગતમાં જૂનામાં જૂના રાજવંશને શિત્તાધર્મે ધર્મનો મજબૂત આધાર આપેલો છે. 2. શિન્જો ધર્મના શાસ્ત્રગ્રંથો : શિન્જો ધર્મનો કોઈ આદ્યસ્થાપક નથી અને તેના કોઈ મૂળ શાસ્ત્રગ્રંથ પણ નથી, પરંતુ પાછળથી સંપાદિત કરવામાં આવેલા (1) કો-જી-કી અને (2) નિહોનુંગી નામના બે ગ્રંથોએ શિન્જો ધર્મના મુખ્ય શાસ્ત્રગ્રંથોનું સ્થાન મેળવેલું છે. આ બે ગ્રંથો ઉપરાંત (3) હેંગી-શિકિ અને (4) મેનિઓ શિઉની પણ શિન્જો ધર્મના શાસ્ત્રગ્રંથોમાં ગણના થાય છે. 1. કો-જી-કી (ko-Ji-k) : કો-જી-કીનો અર્થ થાય છે જૂની બાબતોનો ઇતિહાસ. આ ગ્રંથનું સંપાદન ઈ.સ. ૭૧૨માં થયું હતું. કો-જી-કીનો કર્તા ગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે કે, “હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.૧૨ જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ જાપાનના ગામડે ગામડે ફરીને બધી વિગતો એકઠી કરી અને કો-જી-કી નામનો ગ્રંથ તૈયાર કર્યો. આમ કો-જી-કીમાં જાપાનનો પ્રાચીન ઇતિહાસ આલેખાયેલો છે. 16 2. નિહોનું -ગી (Nihon-gi) : કો-જી-કીની પૂર્તિરૂપે ઈ.સ. ૭૨૦માં “નિહોન-ગી” નામના બીજા ગ્રંથનું સંપાદન થયું. 14 “નિહોન્ -ગી પરની ટીકામાં કહેવામાં આવ્યું છે કે આઠ વર્ષ પછી તે જ રાજાના હુકમથી એક રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ બીજો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં ઘણી હકીકતો આપવામાં આવેલી છે તેથી તે પહેલા ગ્રંથ કરતાં મોટો છે. જૂની વસ્તુઓને સાચવી રાખવાનો રાજાનો જે હેતુ હતો તે જ પ્રમાણે આ ગ્રંથમાં વિષયોને ગોઠવવામાં આવ્યા છે.”૧૫ નિહોન્-ગીનો અર્થ “જાપાનનો ઇતિહાસ” એમ થાય છે. અને તેમાં જાપાનના ઇતિહાસની કથાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. 3. યેન્ગી-શિકિ૧૭ : આ ગ્રંથમાં યેન્ગી સમયના (ઈ.સ. 901-923) નિયમો આપવામાં આવ્યા છે અને તેનાં પચ્ચાસ પ્રકરણમાંથી પહેલાં દસ પ્રકરણમાં આ ધર્મનું જ્ઞાન મેળવવા