________________ શિન્જો ધર્મ 237 એ મહત્ત્વનો નૈતિક નિયમ છે. આથી પોતાના રાજ્ય અને રાષ્ટ્ર પરત્વે ઊંડો આદર અને નિષ્ઠાપૂર્વકની વફાદારી જાપાનની પ્રજાના લોહીમાં વણાઈ ગયાં છે. નિહોન-ગીમાં લખ્યું છે કે, “આઠ દ્વિપોની ભૂમિ ઉપર સાક્ષાત દેવ તરીકે જે રાજા રાજ્ય કરે છે તે નામદારને હું આનંદ અને માનની લાગણી સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું.”૩૭ (ર : 217) જાપાનના રાજયબંધારણમાં પણ મિકાડો પ્રત્યેના આદરને વણી લેવામાં આવેલ છે. જેમકે, નિયમ-૧. અનાદિકાળથી જેમનો વંશ અવિચ્છિન્ન ચાલી આવ્યો છે તે રાજાઓ જાપાનનું રાજ્ય કરશે. નિયમ-૨. રાજા એ પવિત્ર પદાર્થ છે અને તેથી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ. ઈ.સ. ૧૮૯૦માં કેળવણીને લગતા હુકમો કાઢવામાં આવેલા તેમાં પણ દર્શાવાયું હતું કે, “જાપાનનું વંશપરંપરાનું જે એક રાજશાસન ચાલે છે તેના તરફ અપૂર્વ માન અને વફાદારી રાખવા અને તેની સત્તા માટે કોઈ જાતની શંકા ઉઠાવવી નહિ.૩૮ (3) અન્ય નૈતિક આદેશો : અન્ય નૈતિક આદેશોમાં સત્ય, અક્રોધ વગેરે સગુણોનો મહિમા થયેલો જોવા મળે છે. દા.ત. નિહોન્.-ગી 1 : ૩૧૭માં કહેવાયું છે કે, “જે સત્ય બોલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠો છે તેને અવશ્ય ભોગવવું પડે છે.”૩૯ તે જ રીતે 2 : ૧૩૮૧૩૧માં જણાવાયું છે કે, “જે ખરાબ છે તેની નિંદા કરો. જે સારું છે તેને ઉત્તેજના આપો. આંખો લાલચોળ થવા દેશો નહિ. કોઈની ઈર્ષા કરશો નહિ.”૪૦ આ ઉપરાંત સદાચારને લગતા નીચેના દસ નિયમોને શિત્તો ધર્મના સર્વસામાન્ય નૈતિક નિયમો તરીકે સ્વીકારવામાં આવ્યા છે : (1) દેવોની ઇચ્છાનું ઉલ્લંઘન કરશો નહિ. (2) પૂર્વજો પ્રત્યેનું ઋણ ભૂલશો નહિ. (3) રાજ્યની આજ્ઞાના ભંગનો અપરાધ કરશો નહિ. (4) જેને કારણે આપત્તિ અને દુર્ભાગ્ય અટકે છે તથા માંદગીમાંથી સાજા થવાય છે તે દેવોની ગહન કૃપા અને સારાપણાને ભૂલશો નહિ. (5) સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તે ભૂલશો નહિ. (6) તમારી પોતાની વ્યક્તિગત મર્યાદાઓ ભૂલશો નહિ.