________________ 236 જગતના વિદ્યમાન ધર્મો ઊભા રહી વિચારવા લાગ્યા છે. આની નીચે કોઈ દેશ નથી? એમ કહી રત્નજડિત ભાલો નીચે ખોસ્યો અને જોયું તો સમુદ્ર જણાયો. પછી ભાલો ઉપાડ્યો તો તેના છેડેથી સમુદ્રજળનાં ટપકાં પડ્યાં જે ઠરીને જાપાનના ટાપુઓ થયા.૩૪ આમ, જાપાનની પ્રજા માને છે કે જાપાનદેશ ઈશ્વરે સર્જેલો છે અને તેના પર રાજય કરનારા રાજાઓ પણ દૈવી અંશો છે. 4. નૈતિક સિદ્ધાંતો : શિન્જો ધર્મમાં નૈતિકતા અંગે કોઈ તાત્ત્વિક કે સૈદ્ધાંતિક વિચારણા જોવા મળતી નથી. મોતૂરી યથાર્થ લખે છે કે જાપાનીઓ આચારમાં નૈતિક નિયમો પાળતા હતા તેથી તેમને નૈતિક સિદ્ધાંતોની જરૂર ન હતી.૩પ શિન્જો ધર્મમાં જે નૈતિક નિયમોના પાલનનો આગ્રહ રાખવામાં આવ્યો છે તેમાં પવિત્રતા અને વફાદારીને લગતા નિયમો મુખ્ય છે. આ ઉપરાંત અન્ય નૈતિક આદેશો તો પણ શિત્તો નીતિમાં સમાવેશ થાય છે. (1) પવિત્રતા : પવિત્રતા એ શિન્જો ધર્મની નૈતિકતાનો પાયો છે. પવિત્રતા દ્વારા જ દિવ્યતત્ત્વ સાથે સાયુજ્ય સ્થાપી શકાય છે. શિન્જો ધર્મમાં કહેવાયું છે કે, “આ જગતની સર્વવસ્તુઓનો ત્યાગ કરી, સ્વચ્છ શરીર અને પવિત્ર હૃદયથી દરરોજ તમે મારી તરફ આવો.” જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાનાં પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા અપરાધોના પ્રાયશ્ચિત રૂપે દર છ મહિને સંસ્કાર વિધિ યોજે છે. શિન્જો ધર્મની સંસ્કારવિધિઓમાં સૌથી વધારે અગત્યની વિધિ ““ઓહો-હરહી” (પરમ પવિત્રતા)ની છે.૩૬ પવિત્રતા બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારે કેળવવાની છે. બાહ્યશુદ્ધિ એટલે શરીરને સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ કરવું તે. દેવોની પૂજા કે ધાર્મિક વિધિ કરતાં પૂર્વે દેહશુદ્ધિનો આ ધર્મમાં ખૂબ આગ્રહ રાખવામાં આવ્યો છે. કો-જી-કી અને નિહોન્-ગીમાં કહેવાયું છે કે, “ઈઝનગી દેવ પણ દેહની શુદ્ધિ અર્થે જળથી સ્નાન કરતા.” આંતરશુદ્ધિ એટલે હૃદયની કે મનની પવિત્રતા : હૃદયની શુદ્ધિ વગરની બાહ્યશુદ્ધિ એ ખરી પવિત્રતા નથી. શિન્તીધર્મની એ સ્પષ્ટ માન્યતા છે કે પવિત્ર જળથી સ્નાન કરવું એ બાહ્ય શોચ છે પરંતુ શરીર અને મન બંને પવિત્ર રાખવાથી જ આપણો આત્મા ઈશ્વર સાથે ઐક્ય અનુભવી શકે છે. (2) વફાદારી : શિન્જો નીતિમીમાંસામાં વફાદારીના સિદ્ધાંતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જાપાનની પ્રજા માને છે કે મિકાડો એ દેવી રાજા છે. તેથી તેના પ્રત્યે વફાદારી રાખવી