________________ શિન્જો ધર્મ 235 (2) અનેકદેવવાદ : શિન્જો ધર્મ અનેકદેવવાદી છે. 26 દેવોની પત્તિ વિશે કો-જી-કી અને નિહોન-ગીમાં જણાવાયું છે કે, “જ્યારે બધો અંધકાર છે, ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયાં અને ત્યાર પછી દેવો ઉત્પન્ન થાય . 2 આરંભમાં બે દેવો હતા. એક ઈઝનગી-નિમંત્રણ આપનાર પુરુષ અને બીજી ઝનમી-નિમંત્રણ આપનાર સ્ત્રી, આ બંનેએ મળી જે પ્રજા ઉત્પન્ન કરી તે બધા જ દેવો થયા.૨૮ દેવોની સંખ્યા વિશે નિહોન -ગીમાં એંશી અયુત (કરોડ)નો ઉલ્લેખ છે જ્યારે કો-જી-કીમાં આઠસો અયુત (કરોડ)નો ઉલ્લેખ છે. 29 આ બધા દેવોમાં પ્રકૃતિના દેવો તરીકે (1) અમતેરસુ = સૂર્યદેવી (2) સુકિયોમી = ચંદ્રદેવ (3) કગસેવો = તારાદેવ (4) ઓહોન-મોચિ = પૃથ્વીદેવ (5) સુસ-નો-વો = પર્જન્યદેવ અને (6) ત-કીરી-બિમ = ધુમ્મસદેવી૩૦ વગેરે દેવો જાપાનની પ્રજાના આદરણીય દેવો છે. નિહોનુ-ગી અને કો-જીકીમાં જણાવ્યા પ્રમાણે અમને રસુ અને સુકિયોમી એ બે દેવોને આકાશમાં રાજ્ય કરવાના આદેશો મળેલા છે જેમ કે, અમતેરસુ-સૂર્યદવી માટે કહેવાયું છે કે ““હે મહાદેવી, તું ઊંચે આકાશમાં રાજ્ય કર.”૩૧ અને સુકિયોમી-ચંદ્રદેવ માટે કહેવાયું છે કે ““હે દેવ, તમે રાત્રીનું રાજ્ય કરો.૩૨ શિન્તો ધર્મના અનેક દેવોમાં અમતેરસુ-સૂર્યદેવીનું મહત્ત્વ સૌથી વિશેષ છે. જાપાનમાં “ઈસે' નામનું પવિત્ર ધાર્મિક સ્થળ આવેલું છે. તેમાં અમતેરસુ-સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવેલું છે અને તેમાં અમતેરસુ-સૂર્યદેવીની પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જાપાનની પ્રજા અને સરકાર તરફથી થતી આ પૂજામાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. જાપાનના રાષ્ટ્રધ્વજ ઉપર પણ આ અમરસુ-સૂર્યદવીનું પ્રતીક જોવા મળે છે.૩૩ અમતેરસુનું આ મહત્ત્વ અનેક દેવવાદમાંથી એકદેવવાદી અભિગમનું સૂચક જણાય છે. (3) જાપાનની દૈવી ઉત્પત્તિ : કો-જી-કીમાં જાપાનની દેવી ઉત્પત્તિ અંગે એક કથા પ્રચલિત છે તે મુજબ, આરંભમાં આકાશ અને પૃથ્વી બંને એકરૂપ હતાં અને ત્યારે બધે અંધકાર હતો. આ અંધકાર દૂર થતાં અનેક દેવોએ દેખા દીધી અને પાછા અદશ્ય થઈ ગયા. અંતે માત્ર બે જ દેવો આવ્યા. આ બે દેવો તે ઇઝનગી અને ઈઝનમી : (આમંત્રણ આપનાર પુરુષ અને આમંત્રણ આપનાર સ્ત્રી) આ બંને આકાશના તરતા પુલ (મેઘધનુષ) ઉપર