________________ પુસ્તક પરિચય જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય એ ઉત્તમોત્તમ ધાર્મિક જીવનનાં ચાર પાસાંઓ છે. ધાર્મિક જીવન કે ધાર્મિકતાના આ આદર્શને અનુલક્ષીને જગતના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો પરિચય આપવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ રીતે તેમાં વિવિધ ધર્મોમાં રહેલી મૂળભૂત એકતાનું નિરૂપણ થયું છે. | આપણે લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એના અનુસંધાનમાં ડૉ. રાધાકૃષ્ણને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનના રિપોર્ટમાં યથાર્થ કહ્યું છે કે “બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહી. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.” ઊંડી આધ્યાત્મિકતા અને ધાર્મિક સહિષ્ણુતાની કેળવણીમાં ઉપકારક થવાની આ પુસ્તકમાં ક્ષમતા છે. અને તેથી આ પુસ્તક આ વિષય ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત વ્યાપક જનસમુદાયને માટે પણ ઉપયોગી છે. ISBN : 978-93-81265-02-4 91989 8' TITના વિદ્યમાન ધમ 1382 કિંમતઃ રૂા.૭૫.૦૦