________________ 240 જગતના વિદ્યમાન ધર્મો આ ઉપરાંત જાપાનીઓ યુદ્ધ-દેવોત્સવ પણ ઊજવે છે. આ ઉત્સવ વખતે બુશીદો (વીરપુરુષનો માર્ગ)નો મહિમા કરવા માટે જાપાનના વીરપુરુષોનું સ્મરણ કરવામાં આવે છે તેમ જ તે વખતે વિવિધ રમતગમતોનું આયોજન કરવામાં આવે છે. 6. વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ H શિન્જોધર્મમાં સ્વર્ગ-નરક તેમ જ મોક્ષનો ખ્યાલ જોવા મળતો નથી અને તેથી આત્મસાક્ષાત્કાર જેવી પારલૌકિક બાબતોને આ ધર્મે મહત્ત્વ આપ્યું નથી. શિન્જો ધર્મ ખાસ કરીને રાષ્ટ્રીય ધર્મરૂપે વિકાસ પામ્યો હોવાથી, પ્રજાકીય અને રાષ્ટ્રીય સુખસંપત્તિ અને તે માટે જરૂરી સદાચારનો જ તેમાં આગ્રહ રાખવામાં આવ્યો છે. દેવો પાસે પણ ઐહિક સુખની જ માગણીઓ કરવામાં આવી છે. આથી શિત્તાધર્મમાં વૈરાગ્યની ભાવનાનાં સ્પષ્ટ દર્શન થતાં નથી. તેમ છતાં પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણના પાયામાં ધર્મ રહેલો છે એમ શિન્જો ધર્મ સ્વીકારે છે અને તેથી જ શિન્જો ધર્મ પવિત્રતા, વફાદારી તેમજ અન્ય નૈતિક સગુણોનો આગ્રહ રાખે છે. આ સદ્ગણો સ્વાર્થપરક વ્યવહારમાં ક્યારેક શક્ય નથી. આમ સ્વાર્થત્યાગમાં રહેલી વૈરાગ્યભાવનાનું શિન્જોધર્મમાં સ્થાન છે. નિહોન્.-ગી (2; ૧૩૦-૧૩૧)માં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, “લોભવૃત્તિનો ત્યાગ કરો; વધુ પ્રમાણમાં ખાવાનું છોડી દો.”૪૯ 7. ઉપસંહાર : શિન્જોધર્મમાં ધર્મ અને રાષ્ટ્રભક્તિ એ બંનેનો સમન્વય જોવા મળે છે. આથી કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં તેમાં કદાચ ત્રુટીઓ જણાય પરંતુ ધર્મને જો સમાજઘડતરનું અંગ ગણવામાં આવે તો શિન્જો ધર્મ એ એક મહત્ત્વનો ધર્મ છે, કારણ કે તેણે જાપાનની પ્રજામાં વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. દેશપ્રેમ, પવિત્રતા, પ્રામાણિકતા અને નિષ્ઠા જેવા સદ્ગુણોનો જે આગ્રહ જાપાનની પ્રજામાં જોવા મળે છે તે અદ્વિતીય છે અને તે શિત્તાધર્મને જ આભારી છે. આ દૃષ્ટિએ શિન્જો ધર્મનું જગતના વિદ્યમાન ધર્મોમાં વિશિષ્ટ સ્થાન છે.