Book Title: Jagatna Vidyaman Dharmo
Author(s): Jayendrakumar Anandji Yagnik
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 262
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 251 નોંધપાત્ર છે : 1. હિંદુ ધર્મ અને કયુશિયસ ધર્મ ઉપદેશેલી સામાજિક નીતિ અને 2. જરથોસ્તી અને ખ્રિસ્તી ધર્મે ઉપદેશેલી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ. હવે આપણે આ બંને સિદ્ધાંતોનો અનુક્રમે તુલનાત્મક પરિચય મેળવીશું. 1. હિંદુ ધર્મ અને કયુશિયસ ધર્મમાં ઉપદેશાવેલી સામાજિક નીતિ : દરેક માણસે પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ એ હિંદુ નીતિમીમાંસાનો કેન્દ્રીય સિદ્ધાંત છે. દરેક સમાજમાં વિદ્યાપુરુષો (બ્રાહ્મણો), રાજપુરુષો (ક્ષત્રિયો), ખેડૂતો, વેપારીઓ વગેરે ધંધાદારી લોકો (વૈશ્યો) અને શ્રમજીવી લોકો (શૂદ્રો)ના વર્ગ હોય જ છે. જો સમાજમાં આ ચતુર્વિધ વર્ગ કે વર્ણના લોકો પોતપોતાની ફરજ ધર્માજ્ઞા સમજીને પૂરી નિષ્ઠાપૂર્વક બજાવે તો સમાજ ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક એ અનુલક્ષીને જિરાલ્ડ હર્ટે લખ્યું છે : ““માનવસમાજના આ ચતુર્વિધ માળખાની પ્રથમ વ્યાખ્યા કરી તેને નામ આપનાર આર્યસંસ્કૃત સમાજશાસ્ત્રીય વિચારણા જેટલી ભારતની છે તેટલી જ આપણી છે.”૧૦ જેવી રીતે ચાર વર્ણોની અવસ્થા કોઈ પણ સમાજ માટે ઉપકારક છે તેવી રીતે ચાર આશ્રમની વ્યવસ્થા કોઈ પણ વ્યક્તિના જીવન માટે ઉપકારક છે. આમ, દરેક માણસે પોતપોતાના વર્ણ (સામાજિક સ્થાન) અને આશ્રમ (જીવનની અવસ્થા)ને લગતાં કર્તવ્યો, એટલે કે “સ્વધર્મનું પાલન કરવું જોઈએ એવો હિંદુ ધર્મનો ઉપદેશ કેવળ હિંદુઓ માટે જ નહિ પણ કોઈ પણ માનવસમાજના પ્રત્યેક સભ્ય માટે ઉપકારક અને તેથી સૌ કોઈને માટે આચરવા યોગ્ય છે. હિંદુ ધર્મ ‘વસુધૈવ કુટુમ્' નો સિદ્ધાંત આપેલો છે. જો હિંદુ દષ્ટિએ આખું વિશ્વ એક કુટુંબ હોય તો “હિંદુ ધર્મનો “સ્વધર્મનો સિદ્ધાંત કેવળ હિંદુ સમાજ માટે જ નહિ પણ સમગ્ર વિશ્વસમાજ માટે જ હોઈ શકે અને છે. વર્ણ અને આશ્રણનાં કર્તવ્યો (સ્વધર્મ)નું ધર્મ-આજ્ઞા સમજીને પાલન કરવાનો આગ્રહ સેવીને જેવી રીતે હિંદુ ધર્મે સામાજિક નીતિને ધર્મના અંગરૂપ ગણી છે તેવી રીતે કન્ફયુશિયસે પણ સામાજિક નીતિને ધર્મનું સ્વરૂપ આપેલું છે. કફ્યુશિયસ ધર્મનો એ વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત છે કે 1. રાજા-પ્રજા, 2. પિતા-પુત્ર, 3. પતિ-પત્ની, 4. મોટાભાઈ-નાનોભાઈ અને પ. મિત્ર-મિત્ર એ પાંચ વચ્ચેના સંબંધની જાળવણી કરવી એ માણસની પવિત્ર ફરજ છે. આ સંબંધોની સુયોગ્ય રીતે જાળવણી કરવી એટલે શું ? એ પ્રશ્નનો કન્ફયુશિયસ ધર્મે આપેલો ઉત્તર નીચે પ્રમાણે છે : 1. પિતાએ પુત્ર પ્રત્યે પ્રેમસભર ભલમનસાઈ દાખવવી જોઈએ. પોતાની વર્તણૂક દ્વારા પુત્રને ઉત્તમોત્તમ નૈતિક જીવન જીવવાના પ્રેરણા આપવી જોઈએ.૧૧ પુત્રની પિતા પ્રત્યેની ફરજનો ખ્યાલ આપતા કક્યુશિયસે લખ્યું છે : “આજનો પુત્રધર્મ માત્ર ઘરડાં માબાપને પાળવાનો પ્રશ્ન બની ગયો છે. પણ આ તો એવી વસ્તુ છે કે જેમાં આપણા કૂતરાંઓ અને ઘોડાઓ પણ ભાગીદાર બની શકે છે. જો

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278