Book Title: Jagatna Vidyaman Dharmo
Author(s): Jayendrakumar Anandji Yagnik
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 260
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 249 4. ““કર્તવ્યનો સાર આ છે જેનાથી તમે દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહિ.” - હિન્દુ ધર્મ 5. “માણસ જે વસ્તુઓ પોતાને માટે ચાહે છે તે વસ્તુઓ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી તે ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી.” - ઇસ્લામ ધર્મ 6. “સુખમાં અને દુ:ખમાં, આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતની લઈએ છીએ તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ અને તેથી આપણને અણગમતી ઈજા આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહિ.” - જૈન ધર્મ 7. ““તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો મહિમા સમજ. આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ.” - શીખ ધર્મ 8. ““તારા પડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ; પડોશીને નુકસાન થાય તેને તારું નુકસાન ગણ.” - તાઓ ધર્મ . આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ એ જ સારો સ્વભાવ છે.” - જરથોસ્તી ધર્મ અન્ય સાથેની વર્તણૂકને લગતા “સુવર્ણ નિયમનું વિવરણ કરતાં કફ્યુશિયસે લખ્યું છે : “જ્યારે તમે ઘરની બહાર હો ત્યારે કોઈ માનવંતા મહેમાનનું તમે સ્વાગત કરતા હો તેવી રીતે વર્તે. પ્રજા ઉપર શાસન કરતી વખતે કોઈ મહાયજ્ઞમાં તમે યજમાનકૃત્ય કરતા હો તેવી રીતે વર્તો. જે બીજું કોઈ તમારા પ્રત્યે કરે એવું તમે ન ઇચ્છતા હો તે બીજા પ્રત્યે તમે કદી પણ ન કરો. આ પ્રમાણે તમે કરશો એટલે જાહેર જીવનમાં તેમજ ખાનગી જીવનમાં તમારો દ્વેષ કરવા જેવો ઉશ્કેરાટ કોઈને થશે નહિ.”૯ ઉપર જણાવેલા “સુવર્ણ નિયમને અનુસરીને બીજા માણસો સાથે વ્યવહાર કરતી વખતે માણસે જે સદ્ગુણોનું આચરણ કરવાનું હોય છે અને જે દુર્ગુણોથી દૂર રહેવાનું હોય છે તેમાંના મુખ્ય મુખ્ય સદ્ગુણો અને દુર્ગુણો નીચે પ્રમાણે છે : આચરવા યોગ્ય સગુણો : 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્તેય 4. ઇન્દ્રિયનિગ્રહ (અવ્યભિચાર, મિતાહાર, મિતભાષણ, માદક પદાર્થોનો ત્યાગ વગેરે), પ. પવિત્રતા, દ વિનય-વિવેક, 7. દાન, 8. દયા, 9. ક્ષમા અને 10. પ્રેમ.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278