________________ 238 જગતના વિદ્યમાન ધર્મો (7) બીજાઓ ગુસ્સે થાય તો પણ તમે ગુસ્સે થશો નહિ. (8) તમારા કામમાં આળસ કરશો નહિ. (9) શિક્ષણને ઠપકો મળે તેવું કરશો નહિ. (10) અન્યની શિખામણથી દોરવાઈ જશો નહિ.૪૧ શિન્જો ધર્મમાં દર્પણ, તલવાર અને મોતીની માળાની પૂજા કરવામાં આવે છે. આ પ્રતીકોનું જે નૈતિક મહત્ત્વ છે તેને નીચેની રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે : (1) દર્પણને-પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા અને ડહાપણના સદ્ગણોનું સૂચક ગણવામાં આવ્યું છે. (2) તલવારને બહાદુરી, વિચક્ષણતા, દૃઢતા અને ન્યાયના સદગુણોની સૂચક ગણવામાં આવેલ છે અને (3) મોતીની માળાને-પરોપકાર, સજ્જનતા, આજ્ઞાંકિતપણું અને આકર્ષણ (પ્રેમ)ના સદ્ગણોની સૂચક ગણવામાં આવેલ છે.* પ. ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ : શિન્જો ધર્મની ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે નીચેની ચાર બાબતોનો ધ્યાનમાં લેવા યોગ્ય છે : (1) ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ (2) અમરસુ-સૂર્યદેવી અને અન્ય દેવપૂજા (3) મિકાડો પૂજા (4) કેટલાક ઉત્સવો (1) ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ : શિન્ત શાસ્ત્રગ્રંથ યેન્ગી-શિકિમાં આવતી “નોરી-તો” નામની પચ્ચીસ પ્રાર્થનાઓમાં દેવો પ્રત્યેની ભક્તિભાવનાના દર્શન થાય છે. 43 આ પ્રાર્થનાઓમાં અનેક જાતની માગણીઓ કરવામાં આવે છે. જેમકે, “દુષ્કાળના વખતમાં વરસાદની-સારા પાકની, ધરતીકંપ અને દાવાનળમાંથી રક્ષણ કરવાની, છોકરાંની, રાજાના આરોગ્ય અને દીર્ધાયુષ્યની અને રાજ્યમાં સદાય શાંતિ અને સુખ રહે તેની, પરદેશમાં ગયેલા તેના એલચીઓની સહી–સલામતીની, બળવાની શાંતિની, ચડાઈને દૂર કરવાની, રાજસેનાને વિજય મળે તેની અને આખા રાજ્યને સામાન્ય રીતે સુખ મળે તેની.”આજે પણ શિત્તાધર્મમાં દેવોને જે પ્રાર્થનાઓ કરવામાં આવે છે તેમાં ઘણે ભાગે ઐહિક સુખોની જ વાત હોય છે. કેપ (2) અમરસુ-સૂર્યદેવી અને અન્ય દેવપૂજા : શિન્તો દેવસૃષ્ટિમાં અમતેરસુ-સૂર્યદેવની પૂજાનું મહત્ત્વ સર્વાધિક છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદિવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં