________________ 234 જગતના વિદ્યમાન ધર્મો માટેની જૂની સાહિત્ય સામગ્રી માપવામાં આવી છે. તદુપરાંત જુદે જુદે પ્રસંગે કરવામાં આવતી પચ્ચીસ પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે જેને “નોરી-તો” કહે છે. 18 4. મેનિઓ-શિલઃ આ ગ્રંથ દસ હજાર પત્ર સંગ્રહરૂપે છે. 19 પાંચથી આઠમા શતકના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 449 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ કરેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચી, તિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવેડ છે. કુદરતની શક્તિઓમાં રહેલો આનંદ તેમજ કુદરતનું ભયાનક સ્વરૂપ પણ તેમ વર્ણવવામાં આવ્યું છે. 20 3. તાત્ત્વિક સિદ્ધાંતો : શિન્જો ધર્મમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા થયેલી નથી. આ ધર્મમાં જે તાત્ત્વિક માન્યતાઓનો સ્વીકાર કરવા આવેલો છે તેમજ સમજવા માટે નીચેની ત્રણ બાબતોની સ્પષ્ટતા કરવી જરૂરી દ : (1) કમીનું સ્વરૂપ (2) અનેકદેવવાદ (3) જાપાનની દેવી ઉત્પત્તિ (1) કમીનું સ્વરૂપ : શિન્જો ધર્મમાં પરમ તત્ત્વને “કમી' કહેવામાં આવે છે. શિન્જો ધર્મ ગ્રંથોમાં કમી'ના અર્થ વિશે જુદા જુદા સોળ અભિપ્રાયો આપવામાં આવ્યા છે, જેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે : (1) શુદ્ધ અથવા પવિત્ર (2) ઉત્તમ અથવા સર્વોચ્ચ (3) વિચિત્ર, ગૂઢ અથવા અલૌકિક આમ, “કમી' શબ્દ ઘણા વ્યાપક અર્થમાં પ્રયોજાયેલ છે. હોલ્ટન યથાર્થ કહે છે કે, “જાપાનની મૂળ ભાષામાં આટલા બધા અર્થોથી ભરેલો એક પણ શબ્દ નથી કે જેના વિશે જાપાની અને પરદેશી ભાષાન્તરકારોને ઘણી મુશ્કેલી પડી હોય.”૨૪ તેમ છતાં શિન્જો ધર્મના વિદ્વાન મોતૂરી જણાવે છે તેમ “કમી એ સમગ્ર વિશ્વનું પરમતત્ત્વ છે. આ પરમતત્ત્વની આ સૃષ્ટિમાં થતી ઝાંખી કે અભિવ્યક્તિને પણ “કમી કહેવામાં આવે છે. આ ખ્યાલની સ્પષ્ટતા કરતાં મોતૂરી લખે છે કે, એકલા મનુષ્યો જ નહિ પણ પક્ષીઓ, પશુઓ, છોડવાઓ અને વૃક્ષો, સમુદ્રો અને પર્વતો તથા અલૌકિક સામર્થ્ય કે જેને માટે માન ઊપજે અને જેનાથી ભય થાય તે બધા પદાર્થોનો “કમીમાં સમાવેશ કરવામાં આવેલ છે.”૨૫