________________ પ્રકરણ-૧૫ શિન્જો ધર્મ - હરિપ્રસાદ પાઠક 1. ઉદ્ભવ અને વિકાસ : શિન્તો એ જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ છે. તેનો પ્રારંભ ઈ.સ. પૂર્વે ૬૬૦થી થયો એમ માનવામાં આવે છે. 2 શિન્જો ધર્મનું મહત્ત્વ આધ્યાત્મિક કરતાં સામાજિક અને રાજકીય દૃષ્ટિએ વિશેષ હોવાથી, ક્યારેક તેને રાષ્ટ્રીય ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિન્તો એ મૂળ ચીની ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ “દેવોનો માર્ગ - દેવતાઈ માર્ગ એમ થાય છે. શિન્તો ધર્મનું જાપાનીઝ નામ કમી-નો-મીચી (kamino-Michi) છે. કમી એટલે ઈશ્વર અને મીચી એટલે માર્ગ૪ (kami=Gods; Michi=Way of Road). આમ, શિન્જો ધર્મમાં કમી ઈશ્વરનું મહત્ત્વ ખૂબ હોવાથી ક્લેરેન્સ હોલ્ટોન કહે છે કે, “શિન્તો એટલે કમી સાથે સંકળાયેલી નૈતિક માન્યતાઓ અને વિધિઓ.”૫ જાપાનમાં ઈ.સ. ૬૦૦થી તાઓ ધર્મ પ્રચલિત થયેલો. તે જ અરસામાં બૌદ્ધધર્મનું વર્ચસ પણ હતું, તે સમયના કેટલાક રાજાઓએ બૌદ્ધધર્મ પણ અંગીકાર કર્યો હતો. તાઓ ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપરાંત ચીનના કફ્યુશિયસ ધર્મની અસર પણ શિન્જો ધર્મ ઉપર જોવા મળે છે. આ રીતે અન્ય ધર્મોના પ્રભાવ હેઠળ આવવા છતાં શિન્જો ધર્મે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આની સાથે સાથે એ હકીકત પણ નોંધપાત્ર છે કે, “રાજકીય વફાદારી મેળવવાની બાબત સિવાય શિન્તો ધર્મના ઇતિહાસમાં કોઈ દિવસ કોઈને નવો ચેલો બનાવવામાં આવ્યો નથી તેમ જ કોઈને ત્રાસ પણ આપવામાં આવ્યો નથી.” આ ધર્મના ગ્રંથો પ્રમાણે ઈશ્વરે જાપાનના બેટને ઉત્પન્ન કર્યો છે અને પહેલો જાપાનનો રાજા મિકાડો એ સ્વર્ગમાંના સૂર્યદેવતાનો પૃથ્વી ઉપરનો સાક્ષાત અવતાર હતો. “મારા પ્રતાપી પૌત્ર, તું ત્યાં જા અને તેના ઉપર રાજ્ય કર. જા ! અને તારો વંશ સુખી થાવ, અને આકાશ અને પૃથ્વીની માફક તે સદા-સર્વદા ચાલે.” નિહોન્-ગી 1 : 77