________________ કન્ફયુશિયસ ધર્મ 209 (2) મહાવિદ્યા (તાસીઓ - Tahsueh) : આમાં કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતોનું શૈક્ષણિક દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેથી આ ગ્રંથનો ચીનના પરંપરાગત શિક્ષણમાં પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. (3) મધ્યમ માર્ગ (ચુંગ યંગ - chungyung) : આમાં મધ્યમમાર્ગના સિદ્ધાંતોનું અને કફ્યુશિયસ ધર્મની તાત્ત્વિક ધારણાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. (4) મેન્સિઅસ (મેંગ-સ્ને) : કફ્યુશિયસ ધર્મના પ્રાચીન વિચારકોના મંતવ્યોના નિરૂપણ દ્વારા આ ગ્રંથમાં કફ્યુશિયસ ધર્મની તત્ત્વદૃષ્ટિનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કફ્યુશિયસ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો : કફ્યુશિયસ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોમાં ઈશ્વર, આત્મા, જગતનું નૈતિક શાસન અને માણસના મૂળભૂત નૈતિક પ્રેમનો સમાવેશ થાય છે. (અ) ઈશ્વરનું અસ્તિત્વ અને આત્માની અમરતા: કન્ફયુશિયસ ઈશ્વરના અસ્તિત્વમાં માનતા હતા, એમ તેમનાં નીચેનાં કથનો પરથી સ્પષ્ટ થાય છે : (1) અમીર પ્રકૃતિનો માણસ પ્રભુની ઇચ્છા પ્રત્યે ભયયુક્ત આદરની દૃષ્ટિથી જુએ છે. ““હલકો માણસ પ્રભુઇચ્છામાં સમજતો ન હોવાથી એને તે પ્રત્યે આદર નથી હોતો.”૩૩ (2) “માત્ર ઈશ્વર મોટો છે.૩૪ (3) “ઈશ્વરની આગળ હું કંઈ ફરિયાદ કરતો નથી... ખચીત પ્રભુ તો હું જેવો છું તે સ્વરૂપે મને ઓળખે છે.”૩પ (4) “ઈશ્વર બોલે છે? ચારે ઋતુઓ નિયમસર આવે છે અને જાય છે અને તમામ ચીજો જીવતી પણ રહે છે અને વિકાસ પણ પામે છે છતાં મને કહો ! ઈશ્વર બોલે છે ?"36 (5) “પચાસ વર્ષની ઉંમરે હું પ્રભુના નિયમો સમજતો થયો.”૩૭ “જગતમાં આધ્યાત્મિક પરિબળોની શક્તિ સર્વત્ર કાર્ય કરે છે. આ શક્તિ આંખને માટે અદશ્ય અને ઇંદ્રિયોને અગોચર છે પણ તે સર્વ પદાર્થોમાં રહેલી છે અને કોઈ પણ વસ્તુ તેની ક્રિયાથી મુક્ત નથી.”૩૮ ઈશ્વર વિશેનાં કફ્યુશિયસનાં ઉપર્યુક્ત કથનો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઈશ્વરને સગુણ માને છે. ઈશ્વર પરિપૂર્ણ અને પ્રેમાળ વ્યક્તિ છે અને તેની અંતર્યામી ક્રિયાશક્તિને કારણે સૃષ્ટિનો ઉદ્દભવ અને વિકાસ શક્ય બને છે. ઈશ્વરના અસ્તિત્વની જેમ કયુશિયસને આત્માની અમરતાનો સિદ્ધાંત પણ માન્ય હતો, કારણ કે તેઓ