________________ તાઓ ધર્મ 2 27 તાઓ ધર્મના મુખ્ય નૈતિક સિદ્ધાંતો નીચે પ્રમાણે છે : (1) “તાઓ' તત્ત્વની શોધનો સિદ્ધાંત : તાઓ એ એક પરમ ગૂઢ તત્ત્વ છે. આ તત્ત્વની શોધ અને પ્રાપ્તિ કરવી એ આ ધર્મનો મૂળભૂત હેતુ છે. સ્વાંગલ્સ કહે છે કે, “એ જોયા વિના દેખાય છે, શ્રવણ કર્યા વિના સંભળાય છે અને વિચાર કર્યા વિના તેનું જ્ઞાન થાય છે.” જેમ ભારતીય યોગવિદ્યામાં સત્યના સાક્ષાત્કાર માટે ધ્યાનની પ્રક્રિયા સૂચવવામાં આવી છે તેમ તાઓ ધર્મમાં તાઓને પ્રાપ્ત કરવા ચિત્તને શાંત બનાવવાનું કહેવાયું છે. આ માટે આપણે આપણા અવયવોને ઢીલા કરવા જોઈએ. ઇન્દ્રિયના વિષયોમાંથી નિવૃત્ત થવું જોઈએ, બાહ્ય વિષયો તેમ જ જ્ઞાનમાંથી ચિત્તને પાછું વાળવું જોઈએ. સ્વાંગ-7 કહે છે કે, “તાઓ સાથેની એકતા અંદરનાં પરિબળોને ખાલી કર્યા વિના પ્રાપ્ત થતી નથી. ખાલી કરવું એ હૃદયનો ફેરફાર છે.”૨૬ સ્વાંગલ્સ કહે છે કે, ““નદીને કાંઠે જઈને કે એકાંત જગ્યામાં ખાસ કરીને બાહ્ય પ્રવૃત્તિમાંથી વિદાય લઈને મનુષ્ય પોતાના ચિત્ત સાથે એકાકાર બની જાય છે તેમ મનુષ્ય અંતર્મુખી બનીને પોતાના આત્મામાં લીન થવાનું છે.”૨૭ શાશ્વત તાઓનો સાક્ષાત્કાર વિધાયક શબ્દોમાં રજૂ કરી શકાતો નથી, પરંતુ નિષેધક દૃષ્ટિએ બધી બાબતોની આસક્તિમાંથી મુક્તિ છે. જો મનુષ્ય તાઓનો સાક્ષાત્કાર કરે તો જીવન અને મૃત્યુના પરિવર્તનથી એ અલિપ્ત રહે છે, જે તાઓને પ્રાપ્ત કરે છે એ પોતાના અહંકારથી મર્યાદિત રહેતો નથી. એ બહારના સમગ્ર અસ્તિત્વ સાથે પોતાના તાદાભ્યની અનુભૂતિ કરે છે. 28 આવા તાઓ-સિદ્ધ માનવનું કર્મ સાંસારિક દૃષ્ટિએ અકર્મ છે, પરંતુ વાસ્તવમાં તે સર્વોપરી કર્તુત્વ છે. આ સ્થિતિમાં આપણે અનાયાસ, પરંતુ આત્મપ્રેરિત રહીએ છીએ આપણી તમામ કામનાઓથી મુક્ત થવાથી આપણે આપણા સમગ્ર વાતાવરણ સાથે સમન્વયની સ્થિતિએ પહોંચી જઈએ છીએ. પછી ઘટનાઓ પોતાની ગતિથી ચાલે છે. તાઓ-સિદ્ધનું જીવન પરિસ્થિતિથી અપ્રભાવિત બની જાય છે. 29 બધી પરિસ્થિતિમાં તેનું ચિત્ત આનંદમાં જ રહે છે. 30 (2) નમ્રતાનો સિદ્ધાંત : લાઓસ્ દઢતાપૂર્વક માને છે કે નમ્ર અને નિરભિમાની બનીને જ માણસ મહાન બની શકે, “તાઓને પામી શકે. તા-તે-ચિંગમાં સંતવેરુષનાં લક્ષણોનું વર્ણન કરતાં તેઓ લખે છે, “તે પોતાની જાતનો દેખાડો કરતો નથી; તેથી તે પ્રકાશે છે તે પોતાની વાત ભારપૂર્વક કહેતો નથી; તેથી તે સૌને સમજાય છે. તે બડાશ મારતો નથી; તેથી તે સફળ થાય છે. તેને અભિમાન ચડતું નથી, તેથી તે અગ્રણી બને છે.”૩૧