________________ તાઓ ધર્મ 229 રહે એ તેને ગમે છે નાશ પામે તે નહીં, સમૃદ્ધ થાય તે ગમે છે ગરીબ રહે તે નહીં, વ્યવસ્થિત રહે તે ગમે છે પરંતુ અવ્યવસ્થા ગમતી નથી.”તેમના કહેવા પ્રમાણે સ્વર્ગની ઇચ્છાને અનુસરવું એ બીજું કશું નથી પરંતુ સર્વજનોને સર્વદશીયપણે ચાહવા એ જ છે. આ સર્વદશીપ્રેમના મહાન સિદ્ધાંતને તેઓ jen તરીકે ઓળખાવે છે અને તેના આચરણ દ્વારા તમામ સામાજિક અનિષ્ટનો અંત આવવાની સંભાવના દર્શાવે છે. વૈશ્વિક પ્રેમ એ ધર્મના દૃષ્ટિબિંદુથી જોતાં ઉત્તમોત્તમ ભક્તિનો જ એક પ્રકાર છે, જેમ નિ:સ્વાર્થ કર્મ એ ઉપાસનાનો જ એક પ્રકાર છે તેમ. (5) વૈરાગ્યભાવના : ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ-આસક્તિ-નો અભાવ એવો વૈરાગ્યનો અર્થ જો તાઓ ધર્મમાં લાગુ પાડીએ તો તેમાં ડગલે ને પગલે એવાં વચન વેરાયેલાં જોવા મળે છે કે જે એક યા બીજી રીતે વૈરાગ્ય ઉપદેશે છે. તાઓ-તે-ચિંગમાં જણાવ્યા પ્રમાણે, લોકોને લાલસા થાય એવી વસ્તુ ન બતાવીએ એટલે લોકોનાં હૃદય ક્ષુબ્ધ થાય જ નહિ.૩૮ સંતપુરુષ પોતાનો સ્વાર્થ સાધવા કશું કરતો નથી. તે હંમેશાં પોતાને પાછળ જ રાખે છે. 39 હોંસાતાંસી ન હોય એટલા માત્રથી જ માણસ નિર્દોષ રહી શકે છે. 40 જ્યાં સુધી ઇન્દ્રિયો પરના વિજયને લાગેવળગે છે ત્યાં સુધી સ્પષ્ટ કહેવાયું છે કે બધાં જ ઇન્દ્રિયજન્ય સુખો અતિરેકથી દુઃખમાં પરિણમે છે. એને લીધે માણસનો નૈતિક વ્યવહાર રૂંધાય છે. પાંચ રંગો, સ્વરો અનુક્રમે આંખને, કાનને, વ્યર્થ બનાવી દે છે. ઘોડેસવારી અને મૃગયા માણસના મનને પાગલ બનાવી દે છે. તાઓ ધર્મનો વૈરાગ્યપૂર્ણ ઉપદેશ એ છે કે સ્વાભાવિક સરલતા પ્રગટ કરો અને અકૃત્રિમતાને વળગી રહો, સ્વાર્થ ઓછો કરો અને લોભ ઘટાડો.૪૨ જે શ્રેય છે તે વાસનાના અમર્યાદ વધારામાં નથી એ સમજાવતાં કહેવાયું છે, “વાસનાનું સમર્થન કરવા કરતાં કોઈ મોટું પાપ નથી. સંતોષ ન જાણવા કરતાં મોટી કોઈ આફત નથી. મેળવવાની ઇચ્છા કરતાં મોટો કોઈ દોષ નથી, કારણ જેને સંતોષ છે તેને કશાની જરૂર નથી.” ઉપસંહાર : ' . . ભારતીય સંસ્કૃતિના જેવી ચીનની પ્રાચીન સંસ્કૃતિમાં રહસ્યવાદી ધર્મ પરત્વેનું મનોવલણ તૈયાર કરવામાં તાઓ ધર્મનો ફાળો અજોડ છે. જગતની પરિવર્તનશીલતા પાછળ તાઓ નામનું કોઈ ગૂઢ તત્ત્વ ઇન્દ્રિયોને અગ્રાહ્ય રીતે રહેલું છે. તેની હસ્તી સ્વીકારી નમ્રતા, સંતોષ અને સાહજિકતાના આચારમાર્ગ દ્વારા તેની પ્રાપ્તિ-અનુભૂતિ-ની શક્યતા દર્શાવીને તાઓ ધર્મે ધાર્મિક જીવનનો એક ઉત્તમોત્તમ નમૂનો ઘણી અસરકારક રીતે રજૂ કરેલો છે.