________________ તાઓ ધર્મ 225 આ ગ્રંથનું મૂલ્યાંકન કરતાં શ્રી લિનયુતાંગ કહે છે, દુનિયાનાં દર્શનોમાં તે સૌથી ગહન શાસ્ત્રગ્રંથ છે. 15 તેમાં જે વિચારો પડેલા છે તે ગહન છતાં સરળ અને સમજી શકાય તેવા છે. તેમાં જે વિચાર-મૌક્તિકો પડેલાં છે તે આજે પણ આપણા મૂંઝાયેલા જમાનાને માર્ગદર્શન આપવાને સમર્થ છે. તાત્ત્વિક સિદ્ધાંતો : (1) પરમ તત્ત્વનું સ્વરૂપ H ડૉ. રાધાકૃષ્ણના મતે તાઓવાદના કેન્દ્રીય વિચારો ઉપનિષદોના વિચારો સાથે મળતા આવે છે. સંસારનું દૈવીપણું અને એક પરમ તત્ત્વની વાસ્તવિકતા - આ બે બાબતોનો મૂળભૂત સ્વીકાર બંનેમાં સામાન્ય છે. એટલું જ નહિ, બહુ નહિવત ફેરફાર સિવાય સમાન પદ્ધતિથી આ પરમ તત્ત્વ ઉપર બંનેમાં વિચાર કરવામાં આવ્યો છે. તાઓ તત્ત્વ ઉપનિષદમાં દર્શાવેલા પરબ્રહ્મ તત્ત્વ જેવા લક્ષણો ધરાવે છે. તે અગાધ છે, જે કંઈ છે તે દરેકનું સૃષ્ટા, પરમ પિતા છે. આમ, સર્વવ્યાપક છે અને આદિ કારણ પણ છે. તે સમગ્ર વિશ્વનું સંચાલક બળ છે અને જગતનું ઉપાદાન કારણ છે. જગત તેમાંથી ઊપજે છે અને તેમાં જ વિલીન થાય છે. તે, કે જે બધાને ઉત્પન્ન કરે છે, તે સ્વયં અજન્મા છે, જેના વડે સર્વ વસ્તુઓનો વિકાસ થાય છે. એ વિકાસ સ્વયં તેને સ્પર્શી શકતો નથી. આ બધાં લક્ષણોથી તાઓને વર્ણવવા છતાં તેનો ચોક્કસ ખ્યાલ આપી શક્તો નથી, કારણ કે “તે રહસ્યોનું રહસ્ય, સર્વ આશ્ચર્યોનું દ્વાર છે.”૧૭ સ્વાંગ7 તાઓના સંબંધમાં લખે છે : “તાઓમાં વાસ્તવિક સત્તા હોવા છતાં તે સાક્ષી માત્ર છે. તેમાં કર્મ કે આકાર નથી. તેનો અનુભવ કરી શકાય છે, પરંતુ તેનું ઇન્દ્રિય પ્રત્યક્ષીકરણ થતું નથી. તેને પામી શકાય છે, પણ તે જોઈ શકાતો નથી. તેનું અસ્તિત્વ આત્મસ્વરૂપ અને આત્મસ્થિત છે. તેનું અસ્તિત્વ સ્વર્ગ અને ધરતીની પૂર્વેનું અને ચિરંતન છે. તે સર્વથી પ્રાચીન હોવા છતાં વૃદ્ધ થઈ ગયેલું નથી. સ્વર્ગથી ઊંચેનું છતાં ઊંચું નથી. ધરતીથી નીચેનું છતાં નીચું નથી.”૧૮ આમ, નિષેધક અને પરસ્પરથી વિરોધી એવું તાઓનું વર્ણન કરવું પડે છે. આનો અર્થ એ નથી કે તાઓ એ શૂન્યમાત્ર છે. એ શૂન્ય નથી, પણ સભર અને પૂર્ણ છે, કારણ કે તે જીવન અને ગતિનાં તમામ સ્વરૂપોને ઉત્પન્ન કરે છે. “એને આકાશ નીચેના બધાની જનની કહી શકાય.”૧૯ (2) જગત અને જીવ સંબંધી વિચારણા વ્યાવહારિક જગત પરમ તત્ત્વ તાઓ સાથે કેવી રીતે સંબંધિત છે તે લાઓત્રુ દ્વારા જણાવવામાં આવ્યું નથી પરંતુ તાઓ-તે-ચિંગમાં લખ્યા પ્રમાણે,