________________ 2 24 ' જગતના વિદ્યમાન ધર્મો જાય છે, તેની પડતીની નિશાનીઓ દેખાય છે, ત્યારે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. એક દંતકથા પ્રમાણે તેમણે મહિષી એટલે ભેંસ ઉપર સવારી કરી વન તરફ પ્રયાણ કર્યું હતું. લાઓસ્ટ્રએ જિંદગીભર કંઈ લખ્યું ન હતું. પરંતુ જ્યારે સરહદ પરના અમલદારે જકાતના રૂપમાં પુસ્તક લખી આપવા જણાવ્યું, ત્યારે તેમણે તાઓ અને તેની શક્તિની સમજૂતી આપતું એક પુસ્તક બે ભાગમાં લખી આપ્યું અને તે પણ તેમનો સામાન તપાસાયો એટલા સમય દરમિયાનમાં જ. પછી તેઓ ક્યાં ગયા અને ક્યારે મૃત્યુ પામ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી. પરમ ગૂઢ તત્ત્વના શોધક પોતે પણ ગૂઢ રીતે અદશ્ય થયા. તાઓ ધર્મગ્રંથ : લાઓત્સુએ લખેલો તાઓ-તે-ચિંગ (Tao Teh ching) તાઓ ધર્મનો આધારભૂત ગ્રંથ છે. તેની રચના બે વિભાગમાં, એક્યાસી નાનાં પ્રકરણોમાં, આશરે પાંચેક હજાર શબ્દોમાં કરવામાં આવી છે. લાઓએ આ સમગ્ર ગ્રંથમાં તાઓની અનિર્વચનીયતા વિશે જ ચર્ચા કરી છે. આ અનિર્વચનીયતા અને અવ્યાખ્યયપણું દર્શાવવા માટે દૃષ્ટાન્તકથાઓ અને રૂપકથાઓનો આધાર લેવામાં આવ્યો છે. લાઓ7ની આ પ્રકારની શૈલીને ફેડરિક સ્પિગલબર્ગ ગૌતમ બુદ્ધની શૈલી સાથે મળતી આવતી માને છે, કારણ કે બુદ્ધ પણ આ રીતે નિર્વાણને વ્યાખ્યય બનાવ્યા સિવાય દષ્ટાન્તો દ્વારા ચર્ચતા હતા.૯ લાઓ લખે છે, “જે જાણે છે, તે બોલતો નથી. જે બોલે છે, તે જાણતો નથી. જે સાચો છે, તે શણગારતો નથી. જે શણગારે છે, તે સાચો નથી.”૧૦ જે શબ્દોને ખરેખર શબ્દો ગણી શકાય તે સનાતન શબ્દોથી ભિન્ન છે.”૧૧ “સત્ અને અસત્ એકબીજાને જન્મ આપે છે. મુશ્કેલ અને સહેલું એકબીજાની પૂર્તિ કરે છે.”૧૨ આમ, અહીં એ સમજાવવાનો પ્રયત્ન થયો છે કે જે શબ્દો સંપૂર્ણપણે સત્ય છે તે વિરોધાભાસી દેખાય છે. આથી તાઓ વિષે રૂપકોની ભાષામાં કહેવું અનિવાર્ય બની જાય છે. “માર્ગમાં એટલે કે તાઓમાં નામહીનની સરળતા છે. જેવો તે કર્મમાં મુકાય છે એવાં નામો શરૂ થાય છે.”૧૩ તાઓ એ પાણી નથી. પરંતુ તેને પાણી સાથે સરખાવી સમજાવવામાં આવેલ છે અને કહેવામાં આવ્યું છે કે સફળતાની પ્રાપ્તિ માટે પાણી જેવા થવું જોઈએ. “સર્વોચ્ચ સારપ પાણી જેવી છે. પાણીની સારપ સહેજ પણ હોસાતસી વગર દસ હજાર વસ્તુઓને લાભ પહોંચાડવામાં છે. બધા માણસો જેનો તિરસ્કાર કરે છે એવા (નીચામાં નીચા) સ્થાનમાં તે રહે છે. એથી એ તાઓની-માર્ગની નજીક આવે છે.”૧૪