________________ 2 26 જગતના વિદ્યમાન ધર્મો જયારે મહાન માર્ગમાં પડતી થઈ ત્યારે માનવજાતિનો ઉદ્દભવ થયો. બુદ્ધિ અને જ્ઞાન પ્રગટ થયાં ત્યારે જગતનો વ્યવહાર શરૂ થયો.”૨૦ આ રીતે જગત અને પરમ તત્ત્વ વચ્ચે એક પ્રકારનો ભેદ નિર્દેશાયો હોવા છતાં એમાં વિશ્વ અને માનવનું મૂળગત ઐક્ય સ્વયંસિદ્ધ માનેલું છે. વિશ્વના પદાર્થો પરસ્પર સંબંધિત છે અને તેમની એકબીજા પર અસર થાય છે. આકાશ અથવા સ્વર્ગ, પૃથ્વી અને માનવ એ તાઓ ધર્મના તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય સમાંતર ભૂમિકાઓ છે. આ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. પ્રકૃતિની બધી જ ઘટનાઓમાં આ પારસ્પરિક સંબંધ રહેલો છે. એ અનંત શૃંખલામાંની એક કડીમાંથી બીજી કડીમાં પહોંચતી અસરને તે અર્થાત પ્રભાવ કે શક્તિ કહે છે. 21 આ આખી શૃંખલામાં બધા પદાર્થો સ્વાભાવિકપણે અને ઘર્ષણ વિના ચાલ્યા કરે તો તે આદર્શ સ્થિતિ ગણાય, અને તો જ બધામાં રહેલ તે અર્થાત્ પ્રભાવ કે શક્તિ પૂરેપૂરાં વિકાસ પામી શકે. આ વિકાસ સ્વયંભૂ છે એ વાત પર અહીં ખાસ ભાર મૂકવામાં આવે છે. 22 તાઓ અને તેનો સંબંધ સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે, “ભવ્ય પ્રભાવક શક્તિ તેનાં બાહ્ય આવિષ્કરણો કેવળ માર્ગમાંથી એટલે કે તાઓમાંથી જ પ્રગટે છે.”૨૩ તાઓ - તે - ચિંગમાં બતાવ્યા પ્રમાણે મનુષ્ય શરીર સાથે બે આત્માઓ જોડાયેલા છે. એક આધ્યાત્મિક અને બીજો પાર્થિવ. આમાંનો પહેલો જન્મ ક્ષણે શરીરમાં પ્રવેશે છે અને બીજો ગર્ભાધાન વખતે પ્રવેશે છે. આ વિચારસરણી પ્રમાણે મરણ સમયે આધ્યાત્મિક આત્મા આકાશમાં ચાલ્યો જાય છે અને પાર્થિવ આત્મા મૃતદેહ પૂરેપૂરો મહાભૂતોમાં મળી ન જાય ત્યાં સુધી દેહ સાથે કબરમાં રહે છે. 24 આધ્યાત્મિક આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. રાધાકૃષ્ણનું લખે છે, વ્યક્તિનો આ આત્મા પોતાના સ્વરૂપની દૃષ્ટિથી તાઓ સ્વયં છે. તાઓ એક બાજુથી વિશ્વની વાસ્તવિકતામાં નિહિત તત્ત્વ છે તો બીજી બાજુથી વ્યક્તિના વ્યક્તિત્વનો ગૂઢ સ્રોત પણ છે. “તે સદા આપણી અંદર રહેલો છે, જેટલો ઇચ્છો એટલો તેમાંથી રસ ગ્રહણ કરો. એ ઝરો કદી સુકાવાનો નથી.” આમ આપણા વ્યક્તિગત જીવનરસનું ઝરણ એ મૂળ એક અને અનાદિ તત્ત્વમાં રહેલું છે. 25 નૈતિક સિદ્ધાંતો : સામાન્ય રીતે એમ કહેવાય છે કે તાઓ ધર્મ નિષ્ક્રિયતાને પોષે છે. પરંતુ ખરી રીતે જોતાં એ યોગ્ય સ્વરૂપની સક્રિયતાને માટે માર્ગ કરી આપે છે, કારણ કે ચિત્તની ચંચળતાને તાઓમાં એકાગ્ર કરવાનું કે તાઓ સાથે તાદામ્ય સાધવાનું કાર્ય સક્રિયતાના અભાવમાં શક્ય જ નથી. અલબત્ત, આ બાહ્ય સક્રિયતા નથી, પરંતુ આંતરજીવનની સબળ સજાગ સક્રિયતા છે કે હિન્દુ ખ્રિસ્તી એવા તમામ વિકસિત રહસ્યવાદી ધર્મના નીતિશાસ્ત્રમાં સામાન્ય સ્વરૂપે સ્વીકારવામાં આવી છે.