________________ 214 જગતના વિદ્યમાન ધર્મો (5) “અમીર માણસ અન્યને અનુકૂળ થવાને પ્રયત્નશીલ હોય છે, પણ ખુશામત કરતો નથી."૭૦ અમીર માણસ ગૌરવ સંપન્ન હોય છે પણ અભિમાની નથી હોતો.”૭૧ (7) ઉચ્ચત્તર માનવી પોતાને જે જોઈતું હોય તે પોતાના અંતરમાંથી શોધે છે. 72 “ઉચ્ચત્તર માનવી નવી મુદ્દાઓ પર ખાસ લક્ષ આપે છે. શુદ્ધ દૃષ્ટિએ જોવાને, સ્પષ્ટપણે સાંભળવાને, મુખમુદ્રા પર સ્નેહભાવ, ચેષ્ટામાં આદરભાવ, વાણીમાં પ્રામાણિકતા, વ્યવહારમાં નિષ્ઠા રાખવાને એ આતુર હોય છે. શંકા ઉદ્ભવે ત્યારે વિશેષ તજવીજ દ્વારા સમાધાન મેળવવા એ ઉત્સુક રહે છે, ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરે છે; કોઈ લાભ મેળવવાની લાલચ એને આપવામાં આવે ત્યારે માત્ર ફરજનો જ એ વિચાર રાખે છે.”૭૩ કફ્યુશિયસનાં અન્ય બોધવચનો : ઉત્તમ માનવનો આદર્શ સિદ્ધ કરવામાં ઉપકારક થાય તેવાં કયુશિયસનાં કેટલાંક બોધવચનો નીચે પ્રમાણે છે : (1) “તમે જે કંઈ કહો તેમાં જો સાચદિલી અને પ્રામાણિકતા હશે, અને તમે જે કંઈ કરો તેમાં જો ઇમાનદારી અને સાવધતા હશે તો ભલે તમે જંગલીઓના દેશમાં જઈ વસો. ત્યાં તેઓની સાથે પણ તમને ફાવશે... (નહિ તો) તમારા પોતાનાં દેશમાં પણ તમે ફાવો એ બનવાજોગ છે ?"74 (2) ““કોઈ કારીગર પોતાનું કામ સારી રીતે કરવા ઇચ્છતો હોય તેણે પ્રથમ પોતાનાં ઓજારો ઘસીને તીક્ષ્ણ ધારવાળાં બનાવવા જોઈએ, બરાબર એ જ પ્રમાણે તમારા દેશના જે મહાજનો હોય તેમાંથી સંતો અને “સાધુજનોની તમારે સેવા કરવી જોઈએ, અને જેઓ ટુણસંપન્ન હોય તેમની સાથે તમારે મૈત્રી બાંધવી જોઈએ.૭૫ “તમારાથી નીચા હોય એવા કોઈની મૈત્રી ન સ્વીકારો, અને ભૂલ થાય ત્યારે તે સુધારતાં સંકોચ ન રાખો.”૭૬ (4) “મોટા માણસોની સાથે એ (હલકો માણસ) અણઘટતી છૂટ લે છે અને સંતોના ઉપદેશવચનોને હસી કાઢે છે.”૭૭ “જે માણસ પોતાના તરફથી વિશેષ અને બીજાના તરફથી અલ્પ અપેક્ષા. રાખે છે તે દ્વેષમાંથી ઊગરી જશે.”૭૮ સાહસનો પ્રેમ અને દરિદ્રતાનો તીવ્ર અસંતોષ-એનાથી માણસ અવિચારી કૃત્યો કરતો થાય છે.”૭૯