________________ કન્ફયુશિયસ ધર્મ 215 (7) “તમે કોઈનું ખોટું કર્યું હોય તો જે ખોટું થયું તેને યોગ્ય બદલો આપતાં તમે લાજ ન રાખશો.”૮૦ (8) પોતાનામાં દોષ હોય છતાં તેને રમવા નહિ એ જ ખરેખરો દોષ છે.”૮૧ (9) તમે કોઈ સારા માણસને જુઓ કરે તેના જેટલી (આત્માની) ઉન્નતિ પ્રાપ્ત કરવાનો વિચાર કરો. તેને કોઈ નઠારા માણસને જુઓ ત્યારે અંતદષ્ટિવાળા થાઓ અને તમારા આત્માનું નિરીક્ષણ કરો.”૮૨ (10) “સંસ્કાર આપનારી લલિતકળાઓમાંથી તાજંગી મેળવો...કવિતા વડે ચારિત્ર્યનું ઘડતર થવા દો, સદ્વર્તનના નિયમો વડે એને સુસ્થાપિત કરો; સંગીત વડે એને પરિપૂર્ણતા અર્પો."3 ભક્તિભાવના અને તેની અભિવ્યકિ. : કફ્યુશિયસ ધર્મ માનવતાવાદી ધર્મ છે અને તેથી તેમાં ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિનું કોઈ સ્થાન નથી એમ કહેવાનું સર્વથા ઉચિત નથી, કારણ કે આપણે જોઈ ગયા કે કફ્યુશિયસ ઈશ્વરના અસ્તિત્વમાં માને છે અને તેમના પ્રત્યેનો ભાવ પણ પ્રગટ કરે છે. આર. ઈ. હ્યુમ યથાર્થ કહે છે કે, ““કફ્યુશિયસે નીતિ અને ધર્મની જે પ્રક્રિયા વ્યવસ્થિત રૂપમાં આપી છે તેમાં પરમેશ્વરની માન્યતા અને પૂજાનો. સ્વીકાર કરવામાં આવ્યો છે.”૮૪ ઈશ્વર, અન્ય દેવો અને પિતૃઓ પ્રત્યેના ભક્તિભાવની અભિવ્યક્તિરૂપે કફ્યુશિયસે યજ્ઞો કર્યા છે અને તેનો ઉપદેશ પણ આપ્યો છે. “માબાપ જીવતાં હોય ત્યાં સુધી યોગ્ય ભાવથી તેમની સેવા કરવી જોઈએ, મરી જાય પછી યોગ્ય વિધિથી તેમની અંતિમ યા કરવી જોઈએ, અને ત્યાર પછીનાં વર્ષોમાં યોગ્ય આહુતિઓથી તેમની પૂજા કરવી જોઈએ.”૮૫ અહીં એ બાબત ખાસ નોંધપાત્ર છે કે ફ્યુશિયસે વિશેષ ભાર અભિવ્યક્તિ પર નહિ પણ ભક્તિ કે પ્રેમની ભાવના પ મૂક્યો છે. તેઓએ લખ્યું છે કે : (1) ““જે માણસના હૃદયમાં પ્રેમભાવ નદી-તેને વિધિઓ સાથે શી લેવાદેવા છે? જે માણસના હૃદયમાં પ્રેમભાવ નથી-નોને ભજનકીર્તન શા કામનાં છે?” (2) “જેની સાથે તમારે કંઈ જ લેવાદેવા ન હોય એવા પ્રેતને આહુતિ અર્પવી એ તો કેવળ ખુશામત કે ગુલામગીરી છે.”૮૭ કફ્યુશિયસ ધર્મમાં ઈશ્વરની અને પિત્તઓની ભક્તિને તો સ્થાન છે જ પણ સૌથી વધારે મહત્ત્વનું સ્થાન કર્યુશિયસની પોતાની પૂજા-ભક્તિનું છે. ““ઓછામાં ઓછાં બારસો વર્ષ સુધી વર્ષમાં બે વાર પેકિંગ નામની રાજધાનીમાં આવેલા કફ્યુશિયસના મંદિરમાં ચીનના મહારાજાએ કફ્યુશિયસની પૂજા કરી છે અને સાથેસાથે તેમની સ્તુતિ કરીને યજ્ઞો પણ કર્યા છે... ચીનના દરેક શહેરમાં કેટલાંક, 1560 મંદિરોમાં, અને ત્રીજા વર્ગનાં મંદિરોમાં પણ, તે તે શહેરના અધિકારીઓ