________________ કન્ફયુશિયસ ધર્મ 217 સામાજિક જીવન માટે અત્યંત આવશ્યક ગણાવીને સમાજની પ્રગતિ માટે ધર્મની જે આવશ્યકતા છે તે પોતાની વિશિષ્ટ રીતે પ્રગટ કરી છે. કફ્યુશિયસને એ દઢ શ્રદ્ધા હતી કે ““જો મનુષ્યો સારા થાય તો કુટુમ્બો સારાં થાય, રાજ્યો સારાં થાય અને તેથી આખું જગત સારું થાય.”૯૬ પ્રશ્ન એ છે કે મનુષ્યો સારા થશે? કફ્યુશિયસ ધર્મ માને છે કે જો સદુપદેશ આપવામાં આવે તો માણસો સારા થઈ શકે તેમ છે. સારા ઉપદેશની લોકો ઉપર જેટલી અસર થાય છે તેટલી સારા રાજવહીવટથી થતી નથી. સારા રાજ્યબંધારણથી લોકો ભય પામે છે, જ્યારે સારા ઉપદેશને લોકો ચાહે છે. સારું રાજયબંધારણ લોકોનું ધન હરી લે છે, પણ સારો ઉપદેશ લોકોનું હૃદય હરી લે છે.”૯૭ સોક્રેટિસ પણ માનતા હતા કે લોકોને સગુણ શીખવી શકાય છે પણ તેમનો પ્રશ્ન હતો : " સગુણો શીખવનાર શિક્ષકો ક્યાં ?' કફ્યુશિયસ એ લોકોને સગુણ શીખવનારા મહાન શિક્ષકોમાંના એક છે, અને તેથી જ મહાત્મા કફ્યુશિયસ કેવળ ચીનની પ્રજા માટે નહિ. સારા વિશ્વને માટે પ્રેરણાદાયી અને આદરણીય પુરુષ છે.