________________ કન્ફયુશિયસ ધર્મ 2 13 નૈિતિક ઉપદેશ છે. 59 કફ્યુશિયસના મત પ્રમાણે, પારસ્પરિક આત્મીયતા (શુ-shu) ના આ સિદ્ધાંતમાં માણસના સમગ્ર જીવન માટેના તમામ નૈતિક નિયમોનો સાર આવી જાય છે. અને તેથી કફ્યુશિયસ પારસ્પરિક આત્મીયતાને નૈતિક જીવનના સુવર્ણ નિયમ તરીકે પણ ઓળખાવે છે. સમગ્ર સામાજિક જીવન માટે આ સુવર્ણ નિયમની ઉપયોગિતા સમજાવતાં કફ્યુશિયસે લખ્યું છે કે : મારા પુત્ર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા પિતાની કરવી જોઈએ...મારી નીચેના અમલદાર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા રાજાની કરવી જોઈએ. મારા અનુજ પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મોટા ભાઈ પ્રત્યે કરવું જોઈએ... મારા મિત્ર પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મિત્ર પ્રત્યે દાખવવું જોઈએ.”૬૧ 3. ઉત્તમ માનવનો નૈતિક વૈભવઃ કફ્યુશિયસના મતે, ઉત્તમ માનવ, પુત્ર તરીકે ઉત્તમ પ્રકારની પિતૃભક્તિ દાખવે છે, પિતા તરીકે તે માયાળુ અને ન્યાયી હોય છે. અમલદાર તરીકે તે ભરોસાપાત્ર અને વફાદાર હોય છે, પતિ તરીકે તે નીતિનિષ્ઠ અને શાણો હોય છે, મિત્ર તરીકે તે ચોખ્ખા દિલનો અને ચતુર હોય છે.૬૨ ચતુર માનવીની વર્તણૂકમાં પાંચ સદ્ગુણો પ્રગટ થયા કરતા હોય છે : 1. સ્વમાન, 2. ઉદારતા, 3. નિખાલસતા, 4. ગંભીરતા અને પ. પરોપકાર.૬૩ . ઉત્તમ માનવી “બોલતાં પહેલાં આચરે છે અને પછી પોતે જે કર્યું હોય તે જ બીજાને કરવાનો ઉપદેશ આપે છે.”૬૪ આમ, તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ એકરૂપતા હોય છે. ઉત્તમ માનવીની કર્તવ્યભાવના ઘણી તીવ્ર હોય છે, પણ તેને અનુસરવામાં તેને લેશમાત્ર મુશ્કેલી હોતી નથી, કારણ કે તે પોતાની કર્તવ્યભાવનાને સમતા અને સંવાદિતા સાથે જોડે છે, નિઃસ્વાર્થભાવે તેને પ્રગટ કરે છે, અને દિલની સચ્ચાઈ અને વાસ્તવિક સત્યથી તેને પરિપૂર્ણ કરે છે. 65 નીચેનાં કથનો કફ્યુશિયસનાં બોધવચનોમાં આવતા ઉત્તમ માનવતા ચિત્રને રજૂ કરે છે : (1) “ઉચ્ચત્તર માનવીની દિલસોજી વિવિધ ક્ષેત્રો પર ફરી વળે એટલી વિશાળ હોય છે. પક્ષાપક્ષીના પૂર્વગ્રહમાંથી એ વિમુક્ત રહે છે.”૬૬ (2) “ઉચ્ચત્તર માનવી શાંત અને સ્વસ્થ હોય છે.”૬૭ (3) “માનવરાજ તેને કહેવાય કે જેનામાં શોક નથી તેમ જ ભય નથી.”૬૮ (4) “અમીર માણસ બીજાઓના સારા ગુણોનું ગૌરવ કરે છે અને નઠારા ગુણો પર વિશેષ ભાર મૂકતો નથી.”૬૯