________________ 21 2 જગતના વિદ્યમાન ધર્મો જેવી રીતે કુટુંબનો વડો પિતા છે તેવી રીતે રાજા એ સમગ્ર પ્રજાનો નેતા છે. રાજાનો મુખ્ય સગુણો પરોપકાર છે. પરોપકારી રાજાના ગુણો અને તેની રાજનીતિના સ્વરૂપનો ખ્યાલ મેળવવામાં કફ્યુશિયસનાં નીચેનાં કથનો ઉપયોગી થશે : (1) “પ્રજાજનો ઉપર શાસન કરતી વખતે કોઈ મહાયજ્ઞમાં તમે યજમાનકૃત્ય કરતા હો તેવી રીતે વર્તે.”૫૧ (2) જુલમી રાજ્ય વાઘ જેવા હિંસક પ્રાણી કરતાં પણ બદતર છે.પર (3) “તમારા હાથ નીચેના માણસોને કામ સોંપવાની કાળજી રાખો, તેમની નજીવી ભૂલો પ્રત્યે ક્ષમાશીલ વૃત્તિ દાખવો. યોગ્યતાવાળા અને કાબેલ માણસોને જ ઊંચી પદવીએ ચઢાવો.”૫૩ “રાજા રાજા તરીકેનો ધર્મ બજાવે, પ્રજા પ્રજા તરીકેનો ધર્મ બજાવે, પિતા પિતા તરીકેનો ધર્મ બજાવે અને પુત્ર પુત્ર તરીકેનો ધર્મ બજાવે એ જ રાજશાસનની કળા.”૫૪ ત્રુ ચંગ નામના શિષ્ય રાજશાસન વિશે પ્રશ્ન પૂછ્યો, તેના ઉત્તરમાં કફ્યુશિયસે જવાબ આપ્યો, “તમારી યોજનાઓ ધીરજ અને ખંતથી વિચારી કાઢો અને પછી પ્રામાણિક એકનિષ્ઠાથી તેનો અમલ કરો.”પપ (6) ચિ કંગ - લૂંટારાઓના ત્રાસથી ઘણો અકળાઈ ગયો હતો. તેણે કફ્યુશિયસની સલાહ પૂછી. કફ્યુશિયસે જવાબ આપ્યો, “જો સાહેબ, તમે તમારી જ દ્રવ્યલોલુપતાને દાબમાં રાખો તો રાજ્યમાં જરા પણ ચોરી થશે નહિ, ચોરી કરનારને માટે ઇનામની જાહેરાત કરવામાં આવે તો પણ.”૫૬ (7) ચિ કંઝ 7એ કાયદાનું ઉલ્લંઘન કરવામાં જ રાચનારાઓને મારે શિરચ્છેદની શિક્ષા ન કરવી જોઈએ. એવો પ્રશ્ન પૂછતાં કફ્યુશિયસે જવાબ આપ્યો, “સાહેબ, આપની શાસન-વ્યવસ્થામાં દેહાંતના દંડની જરૂર જ શી છે? જો આપ સારા થવાની એકનિષ્ઠાભરી અભિલાષા રાખશો તો આપની પ્રજા પણ એવી જ સારી થશે. રાજાનું ચારિત્ર્ય પવનના જેવું છે. પ્રજાનું ચારિત્ર્ય ઘાસના જેવું છે, અને ઘાસનો એવો સ્વભાવ છે કે એના પર પવનનો ફરફરાટ થાય એટલે એ અવશ્ય વાંકું વળે જ.”૫૭ રાજગુણસંપન્ન સમ્રાટ જો આવિર્ભાવ પામે તો એક પેઢી પૂરી થતાં સુધીમાં તો સ્વભાવવૃદ્ધિ સાધુતા સર્વત્ર પ્રવર્તે.”૫૮ 2. પારસ્પરિક આત્મીયતા કે નૈતિક જીવનનો સુવર્ણ નિયમ : માણસને પોતાને જે પ્રતિકૂળ લાગે તેનું આચરણ તેણે અન્ય માણસો સાથેના વ્યવહારમાં ન કરવું અથવા તો સામા માણસ પાસેથી આપણે જેવા વર્તનની અપેક્ષા રાખીએ છીએ તેવું વર્તન આપણે સામા માણસ સાથે કરવું જોઈએ એવો કફ્યુશિયસનો