________________ 210 જગતના વિદ્યમાન ધર્મો પિતૃતર્પણને લગતી વિધિઓના આગ્રહી હતા.૩૯ અને જો આત્મા અમર ન હોય તો પિતૃઓના આત્મા માટે કશું કરવાનો અર્થ નથી. કફ્યુશિયસે ઈશ્વર અને આત્માના અમરત્વનો પોતાના અંગત મંતવ્ય અને જાહેર વ્યવહારો દ્વારા સ્વીકાર કર્યો છે. 40 એ ખરું પણ કફ્યુશિયસ ધર્મ આ તત્ત્વોને કેન્દ્રમાં મૂકતો નથી. કફ્યુશિયસ ધર્મનું કેન્દ્રીય લક્ષ્ય માણસનો લૌકિક વ્યવહાર અને સામાજિક વ્યવસ્થા છે. નીચેના વાર્તાલાપ પરથી આ મુદ્દાની સ્પષ્ટતા થશે : ચિ. લ્યુએ મરણ પામેલાંના સત્ત્વો પ્રત્યે માણસની ફરજ શી છે તે વિશે પ્રશ્ન પૂછ્યો. ગુરુજીએ જવાબ આપ્યો : જીવતાં પ્રત્યેની આપણી ફરજ આપણે બજાવી શકીએ તે પહેલાં મરેલાંઓનાં સત્ત્વો પ્રત્યેની ફરજ આપણે કેવી રીતે બનાવી શકીએ ? ચિ. લ્યુએ વાત આગળ ચલાવી અને મૃત્યુ વિશે પ્રશ્ન પૂછ્યો. ગુરુજીએ કહ્યું : જિંદગી એ શું છે તે જાણ્યા પહેલાં મૃત્યુ એ શું છે તે આપણે કેવી રીતે જાણી શકીએ ? 41 આમ, કફ્યુશિયસ ધર્મને ઈશ્વરવાદી કે આત્માવાદી ગણવાને બદલે માનવતાવાદી ગણાવવાનું જ ઈષ્ટ છે. જોકે, કફ્યુશિયસનો માનવતાવાદ વિશિષ્ટ છે, કારણ કે એમાં આધુનિક માનવતાવાદની જેમ પારલૌકિક તત્ત્વોનો નિષેધ નથી. (બ) જગતનું નૈતિક શાસન, માણસોનો મૂળભૂત નિીતિપ્રેમ અને સંકલ્પસ્વાતંત્ર્ય : માનવતાવાદી ધર્મ તરીકે કફ્યુશિયસ ધર્મ માણસના મૂળભૂત સ્વભાવગત નીતિપ્રેમ પર સવિશેષ ભાર મૂકે છે. કફ્યુશિયસના મતે, આ જગતમાં સર્વત્ર નૈતિક શાસન પ્રવર્તે છે. નૈતિક નિયમથી શાસિત એવા આ જગતમાં માણસ પણ અપવાદ નથી. આથી માણસમાં પણ સ્વભાવગત મૂળભૂત નીતિપ્રેમ છે.૪૩ આમ કન્ફયુશિયસના મતે, માણસ મૂળભૂત રીતે શિવત્વ અને માંગલ્યનો ચાહક છે અને તેની પાસે નૈતિક વિકાસ માટેનું સંકલ્પસ્વાતંત્ર્ય છે. નીચેનાં કથનો આ બાબતની ગવાહી પૂરે છે : (1) “હલકી જાતના મનુષ્યોને પણ મહાન ઈશ્વરે નીતિની ભાવના આપેલી છે. આ ભાવનાને બરોબર વળગી રહેવાથી આ મનુષ્યોના સ્વભાવ અવશ્ય શુદ્ધ રૂપમાં જણાશે.” (2) “મનુષ્યનો સ્વભાવ કુદરતી રીતે સારો જ છે આ પ્રકારે સારા થવાનો સ્વભાવ જેનામાં નહિ હોય તેવા માણસો પણ જગતમાં નથી.”૪૪ (3) “ખરી સાધુતા માણસના પોતાના હૃદયમાંથી ઉદ્ભવે છે, બીજા માણસો પર એનો આધાર કેવી રીતે હોઈ શકે ?”કેપ