________________ 208 જગતના વિદ્યમાન ધર્મો જે. બી. નોસ યથાર્થ કહે છે કે, “કન્ફયુશિયસનાં ઉપર્યુક્ત કથનો માત્ર તેમનું જીવનવૃત્તાંત જ નથી, પણ જીવનસંદેશ પણ છે.”૨૭ તેમના મરણ પછી તેમના શિષ્યોએ ત્રણ વર્ષ સુધી શોક કર્યો અને એક શિષ્ય તો કન્ફયુશિયસની સમાધિ આગળ છ વર્ષ સુધી બેસી રહ્યો.”૨૮ દેવતાઈ ડહાપણ અને સંપૂર્ણ સાધુતા મારામાં હોવાનો હું દાવો કરતો નથી'૨૯ એવું કફ્યુશિયસનું નમ્ર કથન છે, પણ કફ્યુશિયસ ધર્મમાં મહાત્મા કફ્યુશિયસને દૈવી કે અવતારી પુરુષ તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કફ્યુશિયસ ધર્મના શાસ્ત્રગ્રંથો : કફ્યુશિયસ ધર્મના શાસ્ત્રગ્રંથો (અ) પાંચ પ્રશિષ્ટ કૃતિઓ (five classics) અને (બ) ચાર ગ્રંથો (four Books) નો સમાવેશ થાય છે. પાંચ પ્રશિષ્ટ કૃતિઓનું સંપાદન કર્યુશિયસે પોતે કરેલું જ્યારે ચાર ગ્રંથો એમના શિષ્યોએ રચેલા છે.૩૦ (અ) પાંચ પ્રશિષ્ટ કૃતિઓઃ (1) કવિતાનો ગ્રંથ (શિકિંગ - Shiking) : આમાં લૌકિક અને ધાર્મિક કવિતાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઈતિહાસનો ગ્રંથ (શુકિંગ - Shuking) : આમાં ચીનના પ્રાચીન ઇતિહાસને લગતા દસ્તાવેજોનો સંગ્રહ છે. ભવિષ્ય ગ્રંથ (ઇકિંગ - Yiking) : આમાં વિવિધ સંયોગોમાં માનવનું ભાવિ નક્કી કરતી જીવનદષ્ટિની રજૂઆત કરવામાં આવી છે. વસંત અને શરદનો ગ્રંથ (યુ નું ચિઉ - Chunch'iu) : આમાં કફ્યુશિયસે ચોક્કસાઈસાધક પરિભાષા વિકસાવી છે અને ઈ.સ. પૂર્વે 782 થી 481 સુધીના ચીનના ઇતિહાસનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. (5) વિધિઓનો ગ્રંથ (લીકી - Liki) : આમાં જુદી જુદી વિધિઓ તેમજ આચારના ઔચિત્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કફ્યુશિયસે સંપાદિત કરેલી કૃતિઓનો “બીજા પ્રકારે છે જે વિભાગ કરવામાં આવ્યો છે તેમાં એક વધારાનો ગ્રંથ ઉમેરવામાં આવ્યો છે. માબાપ તરફ ધાર્મિક ફરજ-હસીઆઓ કિંગ-જેમાં પુત્રોએ માતાપિતા પ્રત્યે કેમ વર્તન રાખવું તેના વિચાર કરવામાં આવ્યો છે.”૩૧ (બ) ચાર ગ્રંથોઃ (1) એનાલે (લુનયું - Lunyu): આમાં કફ્યુશિયસનાં અને તેમના કેટલાક શિષ્યોનાં વચનામૃતોનો સંગ્રહ છે. કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતોની સમજૂતી માટે આ સૌથી વધારે અગત્યનો આધારગ્રંથ છે. 32