________________ 206 જગતના વિદ્યમાન ધર્મો જોડાયાં. ઓગણીસમે વર્ષે તેમનું લગ્ન થયું અને ત્રણ વર્ષ પછી તેમણે પત્નીને છૂટાછેડા આપ્યા. આમ તેમનું લગ્નજીવન બહુ સફળ ન હતું. જોકે તેનાથી તેમની એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જેના વારસદારો આજે પણ છે. આ વારસદારો હજી પણ શાન્તગ પ્રાન્તમાં વસે છે અને તેઓ મહાન કર્યુશિયસના વારસદારો હોવાથી તેમને પણ ચીનની પ્રજા અત્યંત આદરથી માન આપે છે. પોતે સ્વીકારેલી સરકારી નોકરીને કારણે પ્રાપ્ત થતાં કર્તવ્યોના અનુસંધાનમાં કફ્યુશિયસે એક વાર જમીન અંગેના ઝઘડામાં ફસાયેલા લોકોને ક્લેશ અને કંકાસની આરંભ થયો. આ પછી તેઓ આજીવન શિક્ષક રહ્યા. વિવિધ કારણોસર કફ્યુશિયસને ચીનનાં અનેક રાજ્યોમાં ફરતા રહેવું પડ્યું હતું છતાં તેમણે દરેક ઠેકાણે પોતાનું શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું હતું. સાહિત્ય, સંગીત, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એમના પ્રવાસી વિદ્યાલય (Travelling University) ના મુખ્ય વિષયો હતા.૧૧ કક્યુશિયસ ચાલીસ વર્ષના થયા ત્યાં સુધીમાં જેના વિચાર અને વર્તનમાં સંપૂર્ણ એકતા છે એવા સિદ્ધાંતનિષ્ઠ પુરુષ તરીકે અને ચીનની ઐતિહાસિક પરંપરાના પ્રખર વિદ્વાન તરીકે એમની પ્રતિષ્ઠા જાગી ચૂકી હતી. 12 એમની પહેલાંના જમાનામાં ચીનમાં એમ મનાતું કે સુવિધા અને સંસ્કારિતા માટેના સાચા અધિકારી કેવળ અમીરઉમરાવો જ છે. 13 કફ્યુશિયસે “સુવિધા અને સંસ્કાર સામાન્યમાં સામાન્ય માનવીને પણ સુલભ કરી આપવાનો માર્ગ ચીંધ્યો અને ચીનના ઇતિહાસમાં પહેલી જ વખત ખાનગી અને વ્યક્તિગત શિક્ષણ આપવાની નવી પ્રણાલી એમણે સ્થાપી.”૧૪ કફ્યુશિયસ તેમના તમામ શિષ્યો સાથે અંગત ઘનિષ્ઠ સંબંધ રાખતા હતા.૧૫ આમ તેઓ પ્રેમાળ શિક્ષક હતા. તેમના શિષ્યોના મત પ્રમાણે “ગુર ચાર દોષોથી મુક્ત હતા. તે પહેલેથી માની બેસતા નહિ; તે પહેલેથી જ સ્વતંત્ર રીતે નિર્ણય કરી બેસતા નહિ; તે દુરાગ્રહી ન હતા અને તેમનામાં અહંકાર ન હતો.”૧૬ “એમના શિષ્યો જુદા જુદા રાજ્યના વતની હતા અને તેમાંના ઘણાખરા રંક કુટુંબોમાં જન્મ્યા હતા. એવા શિષ્યોમાંથી સિત્તેરેક શિષ્યો તો રાજનીતિજ્ઞ પુરુષો તરીકે અથવા કેળવણીકાર તરીકે સારી નામના મેળવી શક્યા.”૧૭ શિક્ષક તરીકેના તેમના વ્યક્તિત્વનો ખ્યાલ તેમનાં નીચેનાં વાક્યો પરથી આવશે : (1) “મારી ઉપદેશવાળામાં સુક્કા માંસનો કકડો માત્ર ભેટ તરીકે અર્પનાર પુરષથી માંડીને વિશેષ સમૃદ્ધિવાળા કોઈ પણ માણસને મેં મારો ઉપદેશ આપવાની કદી ના પાડી નથી.”૧૮ (2) “જે વિદ્યાર્થી સુનીતિના સિદ્ધાંતોને જાણવાને ઉત્સુક હોય છતાં જીર્ણ વસ્ત્રો અને સાદા ખોરાકની જેને શરમ આવતી હોય તે હજી ઉપદેશગ્રહણને માટે લાયક થયો નથી.”૧૯