________________ કન્ફયુશિયસ ધર્મ 207 (3) ““મધ્યમ માર્ગનો સોનેરી ઉપદેશ ગ્રહણ કરી શકે એવા શિષ્યો અને ન મળી શકતા હોય તો પણ મહત્ત્વાકાંક્ષા અને વિવેકશક્તિ વાપરનારા તો મારા શિષ્યો હોવા જ જોઈએ, કારણ કે મહત્ત્વાકાંક્ષાવાળા જે હોય તે પ્રગતિ કરી શકે છે અને તેમની પકડ પણ સારી હોય છે, અને જે વિવેકશક્તિ વાપરનારા હોય છે તે કેટલીક વસ્તુઓ તો મંજૂર રાખવાની ના જ પાડે એવી પ્રકૃતિના હોય છે.”૨૦ કફ્યુશિયસે ઉચ્ચ સરકારી હોદ્દાઓ પણ શોભાવ્યા હતા. તેઓ જ્યારે ન્યાયમંત્રી તરીકે ભૂમાં કામ કરતા હતા ત્યારે તેમણે નીચેનાં વચનો ઉચ્ચાર્યા હતાં : “મુકદ્મામાં ન્યાય ચૂકવનાર તરીકે કામ કરવાથી હું કંઈ બીજા માણસો કરતાં ચઢિયાતો નથી. પણ ખચીત જે મહત્ત્વનું કાર્ય આપણે સિદ્ધ કરવાનું છે તે એ કે મુકદમાનો પ્રસંગ જ ન આવે.”૨૧ “લોકો એવા કેળવાયેલા થવા જોઈએ કે ન્યાયાસના આગળ ઊભા રહેવાની જરૂર જ પડે નહીં.”૨૨ ન્યાયમંત્રી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યને કેવું નમૂનેદાર બનાવ્યું હતું તેનો ખ્યાલ નીચેના કથન પરથી આવશે : “અપ્રામાણિકતા અને દુરાચરણની સૌને શરમ આવતી. વફાદારી અને દઢ શ્રદ્ધા પ્રત્યેક પુરુષની લાક્ષણિકતા બની ગઈ હતી. પાતિવ્રત્ય અને ભક્તિભાવથી દરેક સ્ત્રી શોભતી હતી. દૂર દૂરનાં શહેરોમાંથી અનેક લોકો આ રાજ્ય પ્રત્યે આકર્ષાતા અને પ્રત્યેક વ્યક્તિના મુખમાંથી દેવતુલ્ય કન્ફયુશિયસનાં સ્તુતિવચનો સહેજે સરકી પડતાં હતાં.”૨૩ સંનિષ્ઠ સરકારી અમલદાર અને ઉત્તમ પ્રકારના શિક્ષક તરીકેની કામગીરી બજાવવા ઉપરાંત કફ્યુશિયસે ચીનની સાંસ્કૃતિક પરંપરાઓને લગતા પાંચ સુપ્રસિદ્ધ પ્રશિષ્ટ ગ્રંથો (classics) નું સંકલન અને સંપાદન કર્યું હતું. 24 "73 વર્ષની વયે કક્યુશિયસનું અવસાન થયું ત્યાર પછી એ પાંચ મહાગ્રંથો દ્વારા પ્રકાશન પામેલા ગુરુજીના વિચારો એ શિષ્યોએ ભવિષ્યની પ્રજાના અંતરમાં સંક્રાંત કર્યા અને એ રીતે એ ઉપદેશોની પરંપરા જમાનાઓ સુધી ઉત્તરોત્તર સંગ્રહાયેલી રહી. ચીનની પ્રાચીન વિદ્યા તથા સંસ્કૃતિને એ શિષ્યો તરફથી પણ પોતપોતાની આગવી વિચારણાનો લાભ મળ્યાથી એ વિદ્યા તથા સંસ્કૃતિ બળવત્તર બન્યાં હતાં.”૨૫ પોતાના જીવનની તવારીખ આપતાં કફ્યુશિયસે કહ્યું છે કે “પંદર વર્ષની ઉંમરે હું વિદ્યોપાર્જનમાં તલ્લીન બન્યો, ત્રીસ વર્ષની ઉંમરે કોઈની પણ સામે અડગ ઊભા રહેતાં હું શીખ્યો, ચાળીસ વર્ષની ઉંમરે મારી ભ્રમણાઓ ટળી અને હું સંશયમુક્ત થયો, પચાસ વર્ષની ઉંમરે હું પ્રભુના નિયમો સમજતો થયો, સાઠ વર્ષની ઉંમરે સત્યના શ્રવણને માટે હું આદરયુક્ત થયો, સિત્તેર વર્ષની ઉંમરે સુનીતિના મધ્યમમાર્ગને ઉલ્લંધ્યા વિના મારા હૃદયની પ્રેરણાને અનુસરવાનું સામર્થ્ય મારામાં આવ્યું.”૨૬