________________ ઈસ્લામ ધર્મ 197 આપવામાં આવ્યો છે. “દીન'માં સમાવેશ પામતાં ઇસ્લામ ધર્મનાં આ પાંચ પવિત્ર કાર્યો ધર્મના રુકન-સ્તંભ તરીકે ઓળખાય છે. ઇસ્લામ ધર્મની ઇમારત જે પાંચ રુકન ઉપર ચણાયેલી છે તે આ પ્રમાણે છે : 1. કલમો, 2. નમાજ, 3. રોજા, 4. જકાત અને પ. હજ. આમાંના 1 અને 2 ને ભક્તિની અભિવ્યક્તિ સાથે સંબંધ છે. 3 અને 5 ને વૈરાગ્ય સાથે સંબંધ છે. અને નૈતિક સિદ્ધાંતો સાથે સંબંધ છે. પ્રત્યેકની સ્પષ્ટતા આગળ ઉપર જે તે વિભાગમાં કરીશું. 5. નૈતિક સિદ્ધાંતો : સદાચરણ પર ઇસ્લામ ધર્મ ખાસ ભાર મૂકે છે. “હું કહું છું કે કોઈ માણસ જે શાંત, સદાચારી અને બીજાના સુખે સુખી રહે છે તે નરકમાં નથી જતો.” બેહકી નામના ગ્રંથમાં લખ્યું છે : “તમે તમારી તરફથી મને છ બાબતની ખાતરી આપો અને હું તમને સ્વર્ગની ખાતરી આપું છું. 1. જ્યારે બોલો ત્યારે સત્ય બોલો. 2. વચન આપો તે પાળો. 3. કોઈનો વિશ્વાસઘાત ન કરો. 4. દુરાચારથી બચો. 5. નજર હંમેશાં નીચી રાખો અને 6. કોઈના પર જબરદસ્તી ન કરો.” પંડિત સુંદરલાલ લખે છે: “મહંમદ સાહેબના જમાનામાં અરબસ્તાનમાં સૌથી વધારે ફેલાયેલા દુર્ગુણો, જેમને કુરાનમાં ભારપૂર્વક વખોડવામાં આવ્યા છે અને જેમની બિલકુલ મનાઈ કરવામાં આવી છે તે આ હતા: શરાબખોરી, વ્યભિચારી, બહુપત્નીત્વ, બાળકીઓની હત્યા, અમર્યાદ જુગાર, વ્યાજખોરી અને તેને બહાને લોકોને લૂંટવા તેમજ જંતરમંતર જેવી બાબતોમાં અંધશ્રદ્ધા.૨૧ “અહમદમાં અબુ ઉમામા લખે છે, કોઈએ પૂછ્યું : “હે પયગંબર, ઈમાન શી ચીજ છે?” તેમણે જવાબ આપ્યો : “જો તને સત્કાર્ય કરતાં આનંદ થાય અને દુષ્કર્મ કરતાં દુઃખ થાય તો તું ઈમાનદાર છે.” તેણે પૂછ્યું, “અને પાપ શી વસ્તુ છે?” ઉત્તર મળ્યો : “જે કોઈ કામ કરતાં તારા આત્માને આઘાત લાગે (તે પાપ છે) તે ન કરીશ.” આમ, ઇસ્લામ ધર્મમાં સદાચારી જીવનને ધર્મના સારરૂપ માન્યું છે. અને જકાતને ધર્મનો સ્તંભ ગણવામાં આવ્યો છે. જકાતઃ દાન અથવા ખેરાતને જકાત કહે છે. પોતે કમાયેલું પોતે જ વાપરવું એ પાપ છે. એમાંથી અમુક ભાગ ગરીબ, અનાથ અને ફકીરોને માટે કાઢવો જ જોઈએ. જેમની સ્થિતિ ગરીબ ન હોય તેવા બધા જ મુસલમાનોને જકાત આપવાનું ફરમાન છે. આ જકાતનાં નાણાં જાહેર તિજોરીમાં રાખવામાં આવે છે અને તે નાણાનો ઉપયોગ ગરીબોનું પોષણ કરવામાં, રોગીઓની સારવાર કરવામાં, કેદીઓને છોડાવવામાં, દેવાદારનું દેવું ફેડવવામાં અને મુસાફરોની સેવામાં થાય છે. આ ફરજના પાલન દ્વારા મુસલમાનોમાં ભ્રાતૃભાવના કેળવાય છે અને અમુક અંશે આર્થિક અસમાનતા દૂર થાય છે.