________________ 196 જગતના વિદ્યમાન ધર્મો જે કોઈ સત્કર્મ કરશે અને ઈશ્વરમાં વિશ્વાસ રાખશે તેને પોતાનાં કૃત્યોનું સારું ફળ મળશે.”૧૯ 5. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષપ્રાપ્તિનાં સાધનો : કયામતના દિવસ પછી જહન્નમમાં જવું ન પડે અને જન્નતની પ્રાપ્તિ થાય એ માનવજીવનનું અંતિમ ધ્યેય ગણાયું છે. ““હે શાંતિધારી આત્મા ! તું તારા પરવરદિગાર પાસે એવી સ્થિતિમાં પાછો ફર કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી રાજી હોય. તું મારા ખાસ બંદાઓમાં દાખલા થઈ જા અને તું મારા જન્નતમાં ચાલ્યો આવ.”૨૦ ઈસ્લામ ધર્મ પ્રમાણે માણસોના જીવનના આ અંતિમ ધ્યેયની પ્રાપ્તિનાં સાધનો તરીકે “ઈમાન' અને “દીન'ને ગણાવી શકાય, કારણ કે આ બંનેમાં ઈસ્લામ ધર્મના સમગ્ર સિદ્ધાંતો આવી જાય છે. આથી આપણે આ બે બાબતોનો પરિચય મેળવીએ. અ. ઈમાન : ઈમાન એટલે વિશ્વાસ અથવા શ્રદ્ધા. દરેક ઈસ્લામીને છ બાબતોમાં શ્રદ્ધા ધરાવવાનું ફરમાન છે: 1. અલ્લાહ, 2. ફિરસ્તા, 3. કુરાને શરીફ, 4. પયગંબરો, 5. કયામત અને 6. કિસ્મત. આ છ પૈકી અલ્લાહ, કુરાને શરીફ અને ક્યામત અંગે આપણે અગાઉ જોઈ ગયાં છીએ. બાકીની ત્રણ બાબતો અંગેની ઇસ્લામ ધર્મની માન્યતાઓ નીચે પ્રમાણે છે : 1. ફિરસ્તાઓ H ફિરસ્તાઓ ખુદાના ખિદમતગારો છે. ફિરસ્તાઓ આકાશમાં વિહરતા રહે છે અને ખુદાની વહીઓ (સંદેશાઓ) પયગંબરોને પહોંચાડવાનું કામ કરે છે. જિબ્રાઈલ નામના ફિરસ્તાએ મહંમદ સાહેબને ખુદાની વહીઓ પહોંચાડી છે. ઈઝરાઈલ કબરની દેખભાળ રાખનાર ફિરસ્તો છે. ખુદાના આ કાર્યવાહકોમાં શ્રદ્ધાપૂર્વક માનવાનો અને શેતાનમાં નહિ માનવાનો કુરાનમાં આદેશ અપાયો છે. 2. પયગંબરો પયગામ લાવે તે પયગંબર. દુનિયા ઉપર પોતાનો પયગામ પહોંચાડવા માટે અલ્લાહ જેને પસંદ કરે છે તે પયગંબરો અથવા રસૂલો કહેવાય છે. આં રસૂલો જગતમાં ખુદાઈ નૂર પ્રગટ કરે છે. માનવજાતિના ઉત્કર્ષ માટે ખુદાએ અનેક રસૂલોને મોકલ્યા છે. સૌથી છેલ્લા રસૂલ મહંમદ સાહેબ છે. આથી મહંમદ સાહેબનો ઉપદેશ પ્રમાણભૂત મનાય છે. પ્રત્યેક મુસ્લિમ આ બાબતમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. 3. કિસ્મત : કિસ્મત એટલે નસીબ. અલ્લાહ સમગ્ર વિશ્વનો સર્જનહાર હોવાથી તેણે પોતાની ઇચ્છાથી માણસોનાં સુખ અને દુઃખ નક્કી કર્યા છે. તેમાં માનવી ફેરફાર કરવા સમર્થ નથી. આથી પ્રારબ્ધમાં અને ખુદામાં શ્રદ્ધા રાખી આવી પડેલાં દુઃખો સહન કરવા અને તેમાંથી પાર ઊતરવું એ દરેક મુસલમાનની ફરજ છે. બ. દીનઃ ઇસ્લામ ધર્મનું બીજું અંગ “દીન' છે. દિનનો અર્થ ધર્માચરણ થાય છે. કુરાનમાં ફરમાવેલા પાંચ પવિત્ર કાર્યો કરવાનો દરેક મુસ્લિમને આદેશ