________________ ઈસ્લામ ધર્મ 199 લો જેટલો તમારી સાથે દુર્વ્યવહાર થયો હોય. પરંતુ તમે જો ધીરજપૂર્વક સહન કરી લ્યો તો ધૈર્ય ધરનારને અંતે સારું જ ફળ મળશે; અને તમે બૈર્ય ધરો પણ ધીરજ ધરવાનું અલ્લાહની મદદથી જ થઈ શકશે. તમે બીજાની ચિંતા ન કરો અને એની ફીકર ન કરો કે તેઓ શી શી યુક્તિઓ યોજે છે ખરેખર જે બૂરાઈથી વેગળા છે અને બીજાઓની સાથે ભલાઈ કરે છે તેની સાથે અલ્લાહ છે.”૨૭ 3. ભ્રાતૃભાવનાઃ અલ્લાહ એક છે એ ઉપરથી જ માણસો બધા એક છે એવું તારણ કુરાને કાઢ્યું છે. ““સર્વે માણસો એક ઉમ્મત એટલે એક કોમ છે.”૨૮ “સૌ માણસો એક જ કોમ”ના સિદ્ધાંતથી ઇસ્લામે નાના-મોટા, અમીરગરીબ, ઊંચ-નીચ, નાત-જાત, કુળ, વંશ, રંક, ગુલામ અને માલિક વગેરેના સર્વ ભેદો દૂર કરીને સૌ માણસો સમાન હોવા પર અતિશય ભાર મૂક્યો છે. કુરાનમાં કહ્યું છે : “અલ્લાહના બંદાઓમાં કેટલાક એવા છે જેઓ નથી પયગંબર કે નથી શહીદ. પરંતુ અલ્લાહ સમક્ષ તેમને સન્માન પામતા જોઈને પયગંબરો અને શહીદો પણ ઈર્ષા કરશે. આ તે બંદાઓ છે જે કેવળ પોતાના સગાંને જ નહિ પણ બધાં માનવીઓને ચાહે છે. તેમના ચહેરા અલ્લાહના નૂર (પ્રકાશ)થી ચમકશે. બીજા લોકોને માટે પરલોકમાં કશો ભય કે શોક હોય કે ન હોય, આ લોકોને માટે કશો ભય કે શોક નહિ હોય.”૨૯ 4. નમ્રતા: “અલ્લાહે મને હુકમ આપ્યો છે કે નમીને ચાલ અને નાનો બનીને રહે જેથી કરીને બીજાથી તું ઊંચો ન થઈ જાય તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કર. જેના મનમાં રતિભાર પણ ઘમંડ છે તે કદી સ્વર્ગમાં નથી જઈ શકશો. સૌ માનવીઓ આદમનાં સંતાન છે અને આદમ માટીમાંથી પેદા થતો હતો."30 5. ન્યાય અને સત્યઃ “તમે ઇસ્લામીઓ ! ન્યાયના પક્ષે રહેજો. જ્યારે તમે સાક્ષી આપો ત્યારે ઈશ્વરને હાજર રાખીને આપજો. તારી જુબાની ભલે તારી પોતાની, તારાં માબાપની કે તારાં વહાલાં સંતાનોની વિરુદ્ધ જતી હોય કે પછી કોઈ ગરીબ કે તવંગર વિશેની હોય પરંતુ હંમેશાં તું સત્યને વળગી રહેજે.”૩૧ “જ્યારે કોઈને કોઈ પણ ચીજ માપીને આપો ત્યારે બરાબર માપીને આપજો, તોળીને આપો તો ત્રાજવું ને કાટલાં સાચાં રાખજો, આ જ સદાચાર છે અને છેવટે તેથી જ તમારું ભલું થવાનું છે.”૩૨ “અન્યાયથી કોઈનો માલ હડપવાનો પ્રયત્ન ન કરો તથા કચેરીઓમાં પૈસાના બળે અધિકારીઓને પોતાના પક્ષમાં લેવાની કોશિશ ન કરો; અને એવું ન કરો જેથી તમે અધર્મથી કોઈના માલમાંથી કાંઈ ભાગ પડાવો.”૩૩ 6. અક્રોધઃ “બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે; આપણામાં બળવાન તે છે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.”૩૪