________________ 194 જગતના વિદ્યમાન ધર્મો કુરાનની સુરાઓ નાની-મોટી છે. મોટામાં મોટી સુરામાં 286 આયત છે. જ્યારે નાનામાં નાની સુરામાં માત્ર ત્રણ જ આયતો છે. આ આયતો વેદની ઋચાઓની માફક ગાઈ શકાય તેવી અને કાવ્યરસથી સભર છે. કુરાનની શૈલી ઉત્કૃષ્ટ, સુંદર અને રસિક હોવાથી સાહિત્યની દૃષ્ટિએ કુરાન ઉત્તમ કૃતિ છે. આ ગ્રંથમાં ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો તથા અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મહંમદના મૃત્યુ પછી હજરત ઉસ્માને કુરાનની રચના કરેલી છે. એક ઈશ્વરમાં શ્રદ્ધા, પવિત્ર જીવન, નીતિના સિદ્ધાંતો તેમજ ગુલામો, બાળકો અને સ્ત્રીઓ તરફ પ્રેમભર્યું વર્તન રાખવા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યો છે. ઇસ્લામી દેશોના કાયદા ઘડવામાં તથા મુસ્લિમ સંસ્કૃતિના વિકાસ અને ઘડતરમાં આ ગ્રંથે આપેલો ફાળો અસાધારણ છે. મુસલમાનો આ ગ્રંથ પ્રત્યે માન અને આદરભાવની લાગણી વ્યક્ત કરવા માટે તેની પાછળ “શરીફ” વિશેષણ લગાડીને તેને “કુરાને શરીફ' કહે છે. કુરાન અંગે કુરાનમાં કહ્યું છે : “ઈશ્વરે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. આની કેટલીક આયતો નિશ્ચિત આદેશો છે ને તે જ આ ગ્રંથનો પાયો છે. બાકીની આયતો દષ્ટાંતરૂપ છે. જેમના દિલમાં વક્રતા છે તેઓ આ દષ્ટાંત-આયતોને આધારે વર્તે છે અને તેઓ તે દ્વારા લડાઈ-ઝઘડાઓ કરવા ઉત્સુક રહે છે; તેઓ પોતાનો ફાવતો અર્થ ઘટાવે છે. પરંતુ એનો અર્થ ઈશ્વર સિવાય બીજા કોઈ જાણતા નથી.”૧૦ 2. હદીસઃ પયગંબર મહંમદ સાહેબનાં રોજનાં કાર્યો અને તેમના સંવાદોનું નિરૂપણ કરતા સંગ્રહોને હદીસ કહેવામાં આવે છે. કુરાનના ઉપદેશની શ્રેષ્ઠ સમજૂતી મહંમદ સાહેબની વર્તણૂક ઉપરથી મળી રહેતી હોવાથી આ સંગ્રહોનું મહત્ત્વ ઘણું વધી જાય છે. બુખારી, મુસ્લિમ, અબુદાઉદ, તિરમિઝી, ઈન્નેમાજા અને નસાઈ એ છે હદીસો મુખ્ય છે. 4. તાત્ત્વિક સિદ્ધાંતો 1. એકેશ્વરવાદ : એકેશ્વરવાદની ભાવના ઈસ્લામ ધર્મની વિશિષ્ટતા છે. ઇસ્લામના આ એકેશ્વરવાદના સિદ્ધાંતને તૌહીદ કહેવામાં આવે છે. કુરાનમાં લખ્યું છે : “જે રહમાન (માતાના જેવા પ્રેમથી ભરેલો) અને રહીમ (દયાળુ) છે, તે અલ્લાહના નામથી કહી દે કે અલ્લાહ એક છે અને સર્વ કાંઈ તે જ અલ્લાહને આધારે છે. તે પોતે ન તો કદી જન્મ લે છે ન કોઈને જન્મ આપે છે.” કુરાનની આ સુરાનું નામ જ “અલ ખલાસ” (એક હોવું) છે. કુરાનમાં વારંવાર આવે છે: ““લા ઇલાહા ઇલ્લિલ્લાહ” (એ એક સિવાય બીજો અલ્લાહ નથી.) 2. અલ્લાહનું સ્વરૂપ : અલ્લાહના સ્વરૂપનું વર્ણન કરતાં કુરાન કહે છે કે અલ્લાહ સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને ન્યાયી છે. તે બ્રહ્માંડોનો શહેનશાહ છે. આકાશ