________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 81 વિચાર ગીતાના આ વચનમાં છે : “બ્રાહ્મ વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનંદ ભોગવે છે તે અક્ષચ્ય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ ભોગવે છે.”૪૮ 2. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિ : આપણે જોયું કે હિન્દુ ધર્મમાં વૈરાગ્યના વિચારને ભક્તિથી સાવ અલગ ગણવામાં આવ્યો નથી અને તેથી ભક્તિની અભિવ્યક્તિની જે રીતો આપણે જોઈ એ વૈરાગ્યની અભિવ્યક્તિની રીતો પણ છે. જેમાં ઈશ્વર પ્રત્યેના અનુરાગને સાચવીને જગત પ્રત્યેની અનાસક્તિને વિશેષરૂપે પ્રગટ કરવામાં આવતી હોય તેવી કેટલીક ક્રિયાઓ પણ હિન્દુઓમાં પ્રચલિત છે. દા.ત. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની યોજના, કષ્ટપ્રધાન તીર્થયાત્રાઓ, અઠવાડિયામાં એક દિવસ અને સમગ્ર ચાતુર્માસ (ચોમાસાના ચાર મહિના) દરમિયાન ફક્ત એક જ ટંક ભોજન કરવાનું વ્રત, કુચાંદ્રાયણાદિ કષ્ટપ્રધાન વ્રતો, નિયત કે અનિયતકાલીન મૌનવ્રત વગેરે વગેરે. . ઉપસંહાર : છેલ્લાં ત્રણ પ્રકારણમાં આપણે હિન્દુ ધર્મનો અભ્યાસ કર્યો. હિન્દુ ધર્મ અંગેની આ રીતે આપણાં ધ્યાનમાં આવેલી વિગતો જોતાં એ સ્પષ્ટ થશે કે હિન્દુ ધર્મમાં સ્થળમાં સ્થૂળ કક્ષાના ભક્તથી માંડીને ઉત્તમોત્તમ કક્ષાના યોગીપુરુષ સુધીના માણસોની ધાર્મિક ચેતનાને પોષવાની જોગવાઈ છે. અને તેથી ધર્મ અંગેનું સો ટકા સ્વાતંત્ર્ય એ હિન્દુ ધર્મનું હાર્દ બની રહે છે. પરમાત્માને નિર્ગુણ માનવા કે સગુણ માનવા કે બંનેથી પર માનવા ? સગુણ પરમાત્માને 1. નારાયણ, 2. શિવ, 3. ગણપતિ, 4. સૂર્ય અને 5. માતાજી - એ પાંચમાંથી કયા રૂપે કલ્પવા? પરમાત્માનું સગુણરૂપ દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ વગેરેમાંથી ક્યું રૂપ ધરાવે છે? જીવાત્માને પરમાત્માથી ભિન્ન માનવો કે પરમાત્માસ્વરૂપ જ ગણવો? જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એ ત્રણેમાંથી કોઈ એક યોગને મહત્ત્વ આપવું કે ત્રણેનો સમન્વય સાધતી સાધના કરવી? ભક્તિ કરવી તો ક્યા પ્રકારે ? મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહિ? ભગવાનની પ્રાર્થના આ જગતનો કોઈ લાભ મેળવવા માટે કરવી કે કેવળ નિષ્કામ પ્રેમભાવે ? ક્યા નામનો જપ કરવો ? ક્યાં વ્રતો કરવાં? ક્યા ઉત્સવો મનાવવા? ક્યાં તીર્થોની યાત્રા કરવી ? શું જપ, તપ, અને તીર્થ ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે? - આ બધા પ્રશ્નોનો પોતાનાં રૂચિ અને સંયોગોને અનુકૂળ આવે તેવો જવાબ મેળવીને તે પ્રમાણે પોતાનું ધાર્મિક જીવન ગોઠવવાની પ્રત્યેક હિન્દુને સંપૂર્ણ છૂટ છે. તેને માટે એક જ બંધન છે અને તે છે જીવન પ્રત્યેની નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિ. હિન્દુ વર્ણાશ્રમવ્યવસ્થા આ દૃષ્ટિએ ગોઠવાયેલી છે. આમ, પ્રત્યેક હિન્દુ પાસેથી નિરપવાદપણે ફક્ત એટલી જ અપેક્ષા રાખવામાં આવે છે કે તે વર્ણાશ્રમના ધર્મો પાળે, એટલે કે તે સમાજમાં પોતાનાં સ્થાન મુજબનાં કર્તવ્યોનું દઢપણે પાલન કરે અને પોતાના જીવનને આધ્યાત્મિક દૃષ્ટિએ ગોઠવે.