________________ 168 જગતના વિદ્યમાન ધર્મો પોતાની શ્રદ્ધાના બળે જીવે છે.” આમ, અહીં ઈશ્વર પરની શ્રદ્ધાને કેટલું મહત્ત્વ અપાયું છે તે જોઈ શકાય છે.”૩૩ આમ, આપણે જોઈએ છીએ કે ઈશ્વર પરની શ્રદ્ધા એ ધર્મનો પાયો છે. સેમેટિક પ્રજા માટે એ પાયો પૂરવાનું કાર્ય યહૂદી ધર્મ કર્યું છે. વળી, યહૂદી ધર્મે ખ્રિસ્તી તેમજ ઇસ્લામ ધર્મ માટે પૂર્વભૂમિકા પૂરી પાડી છે.