________________ ખ્રિસ્તી ધર્મ 181 8. સામનો કરશો નહિ, બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ ધરવો.” “તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ” એમ કહેલું છે તે તમે જાણો છો; પણ હું તમને કહું છું કે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો, તો જ તમે તમારા પરમપિતાનાં સાચાં સંતાન થઈ શકશો.” “હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતાં ધર્મકાર્યો કરશો નહિ; નહિ તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહિ મળે. જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને ન થવા દઈશ. પ્રાર્થના અને ઉપવાસની તું જાહેરાત ન કરીશ.” “જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ ક્ષમા કરશે, પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહિ કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહિ કરે.” આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંઘરો કરશો નહિ, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંઘરી રાખજો. કોઈ પણ માણસ બે માલિકની સેવા નહિ કરી શકે. તમે પરમેશ્વર અને પૈસાને એકીસાથે સેવી નહિ શકો.” “તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઇચ્છેલા ધર્માચરણની પાછળ પડો એટલે બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહિ.” 10. “કોઈનો ન્યાય તોળશો નહિ. પ્રથમ તારા પાપનું તું નિવારણ કર અને નિર્દોષ બન. પછી અન્યના દુર્ગુણ જો.”૨૬ “આપણે સૌ એક પરમ પિતાનાં સંતાનો છીએ' એ ખ્રિસ્તી ધર્મના અગ્રિમ સૂત્રમાંથી વ્યક્તિગત અને સામાજિક નિયમો ફલિત થાય છે. ફાધર વાલેસ લખે છે મારે માટે જ કર્યું” એ ઈસુની નીતિશાસ્ત્રનું મૂળ સૂત્ર છે. એમાંથી નૈતિક આચરણના વ્યવહારના બધા નિયમો ઊતરી આવે છે. કોઈનો તિરસ્કાર ન કરાય કારણ કે એ ઈશ્વરનું અપમાન ગણાય, કોઈની આગળ જૂઠું ન બોલાય, કારણ કે એ ઈશ્વર આગળ જૂઠું બોલવા જેવું થાય; એટલું જ નહિ પણ કોઈનું બૂરું કરવાની વાત હવે બાજુ પર મૂકીને સૌનું ભલું કરવાની વૃત્તિ દિલમાં જાગે છે. એ રીતે ઈસુના ધર્મદર્શનમાં માનવસેવાનો મહિમા અને ગૌરવ છે અને સેવા તે પૂજા, માણસ ઉપરનો સ્નેહ એ ભગવાન માટેની ભક્તિ, કોઈના ઉપર કરેલો ઉપકાર તે ભગવાનને ચઢાવેલું નૈવેદ્ય બને. એ સંસ્કારો ખ્રિસ્તી ધર્મમાં ઊતરી આવેલા -