________________ 184 જગતના વિદ્યમાન ધર્મો કેવો હોય છે ને કેવો હોવો જોઈએ એનો સાચો ને ઊંડો ખ્યાલ કોઈ પુસ્તક કે ભાષણ કરતાં શાંતિમાં ને એકાંતમાં ભગવાનની પૂજા કરીને અને શ્રદ્ધાથી ને ભક્તિથી એના ભાવ હૃદયમાં ઊતરવા દઈને જ આવી શકે અને આભારદર્શનમાં પણ કૃતાર્થતા સિવાય આધીનતા છે, વિશ્વાસ છે, આનંદ છે, ભક્તિ છે, માટે પ્રાર્થનામય જીવનમાં એનું આગવું સ્થાન છે.” 7. વૈરાગ્યભાવના : પ્રભુ સિવાય સગાંસંબંધી કે માલમિલકતમાં પ્રીતિ નહિ રાખવાનો અને વૈરાગ્યભાવના વિકસાવવાનો ઉપદેશ ઈસુ ખ્રિસ્ત આપે છે.” ખ્રિસ્ત-ધર્મ-સારમાં આચાર્ય વિનોબા ભાવે લખે છે : “સંસાર ઉપર કે સંસારના વિષયો ઉપર પ્રેમ રાખશો નહિ, જે કોઈ સંસાર ઉપર પ્રેમ રાખે છે તેનામાં પરમ પિતા પ્રત્યે પ્રેમ હોતો નથી. કારણ, જે કાંઈ સંસારનું છે, જેને માટે માણસની અધમ પ્રકૃતિ ઝંખે છે અને આંખો તલસે છે અને જે વૈભવનું લોકો મિથ્યાભિમાન સેવે છે એ બધાના મૂળમાં પરમ પિતા નથી પણ સંસાર છે, અને સંસાર અને એના વિષયોની વાસનાઓ તો ક્ષણિક છે, પણ જે કોઈ ઈચ્છાનુસાર વર્તે છે તે શાશ્વત છે.”૪૧ જ્યારે શિષ્યોએ પરણવામાં સાર નથી એવું ઈસુ ખ્રિસ્તને કહ્યું ત્યારે તેમણે આ પ્રમાણે જવાબ આપ્યો : “આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી. જેમને ઈશ્વરની વિશેષ બક્ષિસ મળેલી છે તેઓ જ તેનો સ્વીકાર કરી શકે છે, કારણ, કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે, કેટલાકને માણસો એવા બનાવે છે, અને કેટલાક ઈશ્વરના રાજ્યને ખાતર પોતે તેવા બને છે. જેનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે.૪૨ ઈસ્ટરના તહેવારોમાં ખ્રિસ્તીઓ ઉપવાસ કરે છે અને એ રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ અને વૈરાગ્યભાવના કેળવે છે. આ અંગે ફાધર વાલેસ યોગ્ય કહે છે : “દાન, પ્રાર્થના અને ઉપવાસ તો પુણ્યનાં કાર્યો છે, પરંતુ એની પાછળનો હેતુ શુદ્ધ ન હોય તો એ ખાલી તપની પ્રવૃત્તિ કે શિસ્તના પ્રયોગો કે વખતે આત્મજાહેરાતની ચેષ્ટાઓ બની જાય.”૪૩ ઉપસંહાર પ્રત્યેક ધર્મને આગવું જીવનદર્શન હોય છે. ખ્રિસ્તી જીવનદર્શનનો સાર જાણવા માટે ઈશ્વર અને માનવીનો સંબંધ, માનવી અને માનવીનો સંબંધ અને માનવીનો મનુષ્યતર સૃષ્ટિ સાથેનો સંબંધ એ મુખ્ય ત્રણ સંબંધો અંગે ફાધર વાલેસે સ્પષ્ટ કરેલું ખ્રિસ્તી ધર્મનું દૃષ્ટિબિંદુ જોઈએ. “ઈશ્વર સાથેનો માનવીનો સંબંધ પિતા-પુત્રનો છે. ઈશ્વર સર્જક છે, માલિક છે, પિતા છે, પ્રેમ રાખે છે, સંભાળ રાખે છે, માફી આપે છે. ને માનવ વિશ્વાસથી