________________ ખ્રિસ્તી ધર્મ 183 ઈશ્વર પ્રત્યે એ જીવનની પ્રવૃત્તિ એ “આધ્યાત્મિક જીવન’ તો શ્રદ્ધા અને ભક્તિનું રૂપ ધારણ કરે છે.”૩૩ માનવે કરેલી માનવીની સેવા ઈશ્વર સ્વીકારે, માનવે કરેલો માનવ ઉપરનો પ્રેમ ઈશ્વરને પહોંચે અને માનવે કરેલો માનવ સામેનો અપરાધ પણ ઈશ્વરની સામે કરેલો અપરાધ ગણાય.૩૪ આમ, ખ્રિસ્તી ધર્મ અનુસાર માનવબંધુ માટેનું સાચા દિલથી કરેલું કામ એ ભગવાનની ઉત્કૃષ્ટ પૂજા ગણાય છે. 35 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ માનવસેવા ઉપરાંત ખ્રિસ્તીઓ ધર્મગ્રંથોનું વાચન કરે છે. ક્રાઈસ્ટની માતા મેરીની મૂર્તિને પૂજે છે, ઉપાસનામાં ધૂપદીપ વગેરે સળગાવે છે. જપની માળા ફેરવે છે. ઉપવાસ કરે છે.* ખ્રિસ્તીઓ દેવળો કે પ્રાર્થનામંદિરોમાં દર રવિવારે એકત્રિત થઈને ધર્મગ્રંથોનું વાચન કરે છે, ધાર્મિક ઉપદેશ કે વ્યાખ્યાનનું શ્રવણ કરે છે, સમૂહપ્રાર્થના કરે છે, પ્રભુભોજન નિમિત્તે પ્રસાદ વહેંચે છે, સ્વૈચ્છિક રીતે દાન આપે છે અને નિરાધારને મદદ કરે છે. 37 ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ વર્ષમાં બે વખત ઉત્સવો ઊજવે છે: 1. ક્રિસ્મસ કે નાતાલ અને 2. ઇસ્ટર. આ તહેવારોની ઉજવણીમાં પણ ખ્રિસ્તીઓની ભક્તિભાવના અભિવ્યક્ત થાય છે. ખ્રિસ્તી ધર્મની સાધનામાં પ્રાર્થનાનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોઈ પ્રાર્થનાના સ્વરૂપ અંગેના ખ્રિસ્તી વિચારો સ્પષ્ટ કરવાનું અહીં આવશ્યક છે. પ્રાર્થના અંગે ઈસુ ખ્રિસ્ત કહ્યું છે : “તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણાં વાસએ અને એકાન્તમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાન્તની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે.”૩૮ એક શિષ્ય ઈસુ ખ્રિસ્તને કહ્યું કે અમને પ્રાર્થના કરતાં શીખવો. ઈસુએ કહ્યું : ““જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: “હે પિતા તારું નામ પાવન હો; તારું રાજ્ય પ્રવર્તે, અમને રોજની રોટી રોજ આપતો રહેજે; અને અમારાં પાપો માફ કરજે, કારણ અમે પણ અમારા એકેએક અપરાધીને માફ કરીએ છીએ અને અમારી કસોટી થવા દઈશ નહિ.”૩૯ પ્રાર્થનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ફાધર વાલેસ લખે છે : “વિનંતીની સાથે સાથે પ્રાર્થનામાં સ્તુતિને આભારતો ભાવ પણ આવી જાય છે. ભગવાનને આપણાં વખાણની જરૂર નથી એ વાત સાચી, પરંતુ દિલમાં માન ને આદર ને કૃતજ્ઞતા હોય તો એ વ્યક્ત કર્યા વગર કેમ રહેવાશે? વળી, સ્તુતિમાં ઈશ્વરના મહિમા ને સામર્થ્યને પ્રેમ ને પ્રતાપનું આપણને ભાન થાય અને સ્મરણ રહે, માટે એનો ખરો લાભ આપણને જ મળે. ભગવાનની આગળ માનવીનું સ્થાન શું છે, ભગવાનની સાથે આપણો સંબંધ