________________ 182 જગતના વિદ્યમાન ધર્મો હોવાથી એમાં ગરીબો, માંદાઓ, દુખિયાંઓની સેવા ઉપર પહેલેથી જ ભાર મૂકાયો અને એની પરંપરા ચાલી.”૨૭ નૈતિક સણો : ગિરિપ્રવચનોમાં ઉપદેશાયેલા સણો ઉપરાંત નીચેના સગુણો ઉપર પણ ખ્રિસ્તી ધર્મમાં ભાર મૂકવામાં આવે છે : સત્યઃ “અસત્યને ફગાવી દો, એકબીજા સાથેના વ્યવહારમાં સાચું જ બોલો, કારણ આપણે એક જ શરીરના અંગો છીએ.”૨૮ પ્રેમઃ “જોકે હું (કંગાલોનું) પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, પોતાનું જ (હિત) જોતી નથી, ખિજવાતી નથી, અંધકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી પણ સત્યમાં હરખાય છે, સઘળું ખમે છે, સઘળું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળુ સહન કરે છે, પ્રીતિ કદી ખૂટતી નથી.”૨૯ “આ જ કારણસર તમારે પ્રાણપણે પ્રયત્ન કરીને તમારી શ્રદ્ધામાં સદાચારનો, સદાચારમાં જ્ઞાનનો, જ્ઞાનમાં સંયમનો, સંયમમાં દઢતાનો, દઢતામાં ભક્તિનો, ભક્તિમાં ભ્રાતૃભાવનો અને ભ્રાતૃભાવમાં પ્રેમનો ઉમેરો કરતા રહેવું જોઈએ.”30 શ્રદ્ધાઃ ““શ્રદ્ધા એ કોઈ અંધ લાગણી કે જડ વૃત્તિ કે વહેમ નથી. શ્રદ્ધા વિવેકપૂર્ણ હોય છે. બુદ્ધિજન્ય હોય છે, પણ શ્રદ્ધા ખાલી મનનો તરંગ કે વિચારની પ્રવૃત્તિ પણ નથી. એ પૂર્ણ વિશ્વાસ છે, વફાદારી છે, શરણાગતિ છે. “હું ઈશ્વરને માનું છું એનો અર્થ “હું ઈશ્વરને મારું જીવન સોંપી દઉં છું’ એ થાય છે. શ્રદ્ધા એ જીવનનો વિષય છે, તર્કનો કે લાગણીનો નહિ. ““શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની બાંયધરી અને જે નજરે જોયું નથી તેની ખાતરી.” શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ જીવન પામશે.”૩૧ ખ્રિસ્તી ધર્મના મતાનુસાર ડહાપણ, ન્યાય, શૌર્ય, સંયમ વગેરે સગુણો માનવી આપમેળે વિકસાવી શકે છે, પરંતુ શ્રદ્ધા, આશા અને પ્રેમ કેવળ પ્રભુકૃપાથી જ મેળવી શકાય છે. 32 6. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપ ભક્ત અને ભગવાન, માનવ અને પ્રભુ વચ્ચેનો અતૂટ સ્નેહ તેનું નામ ભક્તિ. ખ્રિસ્તી ધર્મના મતે ભક્ત “પ્રભુ પ્રત્યેનો પોતાનો પ્રેમ બંધુપ્રેમ દ્વારા, માનવપ્રેમ દ્વારા પ્રગટ કરવાનો છે.” “માનવસેવા એ પ્રભુસેવા છે” એ ખ્રિસ્તી ધર્મનું પાયાનું સૂત્ર છે. ફાધર વાલેસ લખે છે : “આત્માનું જીવન જ્ઞાન અને પ્રેમ હોય છે. જાણવાની અને ચાહવાની પ્રવૃત્તિ છે એ દ્વારા આત્મા જીવે છે. મન અને હૃદય, ઓળખાણ અને મમતા, પરિચય અને સંબંધ તેમજ ધર્મની બાબતમાં