________________ 18O જગતના વિદ્યમાન ધર્મો 5. મરણોત્તર સ્થિતિ આપણે જોઈ ગયાં કે ખ્રિસ્ત ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત નથી. માણસને માટે એક જ વાર મરવાનું નિર્માણ થયેલું છે અને પછી તેનો ન્યાય થાય છે. મૃત્યુ પામેલાઓને માટે બાઈબલમાં જુદા જુદા શબ્દપ્રયોગો છેતેઓ “પોઢી ગયા છે”, “પ્રભુના સાંનિધ્યમાં છે”, ““પ્રભુના વતનમાં છે”, “શાંતિના લોકમાં છે.” ઈસુ કહેતા : “મને મોકલનારની ઇચ્છા એવી છે કે... હું બધાને સજીવન કરું”, અને “આપણા પૂર્વજોનો ઈશ્વર” એ પ્રચલિત સંબોધન કરીને પોતે ઉમેરતા : “ઈશ્વર કંઈ મરેલાંનો ઈશ્વર નથી, પણ જીવતાંનો જ ઈશ્વર છે.” એટલે કે એ ભૂતકાળનાં પૂર્વજો પણ આજે પ્રભુની પાસે જીવે છે. આમ, બધાં માણસો મૃત્યુ પામ્યા પછી ફરી સજીવન થાય છે અને અનંત કાળ માટે જીવે છે એ સિદ્ધાંત છે.૨૨ 6. મોક્ષનું સ્વરૂપ : વિવિધ પ્રકારનાં દુઃખોમાંથી કાયમી છુટકારો મેળવવો તેનું નામ મોક્ષ. મોક્ષને બાઈબલમાં “અનંત જીવન' કહે છે. મોક્ષાવસ્થાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં ફાધર વાલેસ લખે છે : ““આ દેહમાં તો ઈશ્વર વિશેનું જ્ઞાન અધૂરું છે, ઝાંખું છે. પણ નવજીવન પરોઢિયે નવું જ્ઞાન મળશે, પ્રત્યક્ષ મળશે, પ્રત્યક્ષ દર્શન મળશે, સાક્ષાત્કાર થશે - અનંત જીવન શરૂ થશે.”૨૩ 7. મોક્ષપ્રાપ્તિનું સાધન : મોક્ષ મેળવવા માટે ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનો કાર્યક્રમ અનિવાર્ય ગણવામાં આવે છે. બધા માણસો એકબીજાને મદદરૂપ થાય અને ઈશ્વરની કૃપા માટે પ્રાર્થના કરે તો મોક્ષપ્રાપ્તિ થઈ શકે. 24 પરંતુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેમ “જે કોઈ વિશ્વાસ રાખતો નથી - તે તો સજાપાત્ર ઠરી જ ચૂક્યો છે.”૨૫ 5. નૈતિક સિદ્ધાંતો : ખ્રિસ્તી ધર્મના નૈતિક સિદ્ધાંતો ગિરિપ્રવચનમાં રજૂ થયેલા છે. ગિરિપ્રવચનનો સારસંક્ષેપ નીચે પ્રમાણે છે : 1. “તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે “ખૂન કરીશ નહિ; જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે.” પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે, ગાળ દેશે કે તેનો તિરસ્કાર કરશે તેણે નરકના અગ્નિમાં પડવું પડશે.” વ્યભિચાર કરીશ નહિ એમ કહેલું છે તે તમે જાણો છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે, તે માનવી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.” “તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે, “સોગન તોડીશ નહિ, ઈશ્વર આગળ જેજે સોગન લીધેલા છે તે પાળવા.' હું તમને કહું છું કે સોગન બિલકુલ ખાશો જ નહિ.” આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત” એમ કહેલું છે, તે તમે જાણો છો. એથી ઊલટું હું તમને કહું છું કે તમારું બૂરું કરનારનો