________________ ઈસ્લામ ધર્મ 191 ફરી એક રાત્રિએ આકાશવાણી થઈ : “જાહેર કર ! જાહેર કર ! જાહેર કર !" મહંમદે પૂછ્યું : ““શું જાહેર કરું?” ત્યારે ફરી સંભળાયું : ““જાહેર કર, તારા પ્રભુને નામે, જેણે આ જગત સર્યું છે, જેણે પ્રેમથી પ્રેમનું પૂતળું - આદમી બનાવ્યો છે તે જાહેર કર. તારો પ્રભુ ઘણો જ દયાળુ છે તેણે માણસને કલમ મારફતે જ્ઞાન આપ્યું છે અને માણસ જે વસ્તુ નહોતો જાણતો તે બધી તેને તેણે શીખવી. જે | કુરાનની આ પાંચ આયતો છે જેની વહી (સંદેશ) સૌ પ્રથમ મહંમદ સાહેબ ઉપર આવી હતી. આમ, સંદેશો કે પયગામ લાવનાર મહંમદ પયગંબર થયા. શરૂઆતમાં મહંમદ સાહેબને આ સંદેશા અંગે શંકા-કુશંકાઓ જાગી. પરંતુ ખાદિજાએ તેમને પ્રોત્સાહન આપ્યું અને તેઓ પયગામ માટે પૂર્ણ પાત્ર છે તેવી ખાતરી આપી. થોડા દિવસ ગયા પછી એક વાર અવાજ સંભળાયો : ““ઊઠ! જાગ ! અને લોકોને ચેતવ. તારા પ્રભુના મહિમાનું વર્ણન કર અને તારા પ્રભુની ખાતર ધીરજથી કામ લે.”" હવે મહંમદને પૂરેપૂરી શ્રદ્ધા બેઠી. તેમણે ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. મહંમદ સાહેબે થોડો સમય ખાનગીમાં ઉપદેશ આપ્યો. પરંતુ પછીથી તેમણે જાહેર રીતે કહ્યું : “ઈશ્વર એક છે. હું તેનો પયગામ લાવનાર રસૂલ છું. માણસ મરે ત્યારે પડોશીઓ તેની દોલત વિષે પૂછે છે પણ દેવના દૂતો તો તેના સારા કામ માટે પૂછશે માટે સત્ય બોલો અને ન્યાયથી ચાલો.” મહંમદ સાહેબે મૂર્તિપૂજાનો નિષેધ કર્યો; અને આરબોને જુગાર, દારૂ, ચોરી, વ્યભિચાર છોડી દઈને ભાઈચારાથી પવિત્ર જીવન ગાળવાનો ઉપદેશ આપ્યો. ધીરે ધીરે અનુયાયીઓની સંખ્યા વધતાં મહંમદ સાહેબે કાબામાં જાહેર પ્રાર્થના કરવા માંડી અને “અલ્લા - હો - અકબર' એટલે કે ઈશ્વર મહાન છે એવી બાંગ પોકારવી શરૂ કરી. ઇસ્લામ ધર્મના પ્રચારથી મક્કાવાસીઓ અને ખાસ કરીને દેવદેવીઓના પૂજારીઓ ખળભળી ઊઠ્યા. તેઓએ અનેક કાવતરાં રચીને ઇસ્લામીઓને રંજાડવા માંડ્યા. આથી ત્રાસ પામીને કેટલાક અનુયાયીઓ મદીના જઈને વસ્યા. તેમણે મદીનાવાસીઓને ઇસ્લામના સિદ્ધાંતો કહી સંભળાવ્યા. કેટલાક મદીનાવાસીઓ મક્કા આવી મહંમદ સાહેબને મળ્યા. બાર જેટલા મદીનાવાસીઓએ અકબાની ટેકરી ઉપર મહંમદ સાહેબ પાસે પ્રતિજ્ઞા લીધી : “અમે એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખીશું. અમે અનેક ઈશ્વરની બંદગી કરીશું નહિ. ચોરી, દુરાચાર, અસત્યનું આચરણ કરીશું નહિ. કોઈ પણ બાબતમાં પયગંબરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશું નહિ અને પયગંબરના પ્રત્યેક કામમાં પૂરતો સાથ આપીશું.” ઇસ્લામના ઇતિહાસમાં આ પ્રતિજ્ઞા ટેકરીના નામ પરથી “અકબાની પ્રતિજ્ઞા'ના નામે વિખ્યાત છે. 6 મક્કાવાસીઓની પજવણીથી કંટાળીને ઇસ્લામીઓ મદીના ચાલ્યા ગયા. મહંમદ સાહેબ અને બીજા એક-બે અનુયાયીઓ જ બાકી રહ્યા. આ બધાને ખતમ કરી નાખવાનું મક્કાવાસીઓએ પયંત્ર રચ્યું. આ પ્રસંગે કહેવાય છે કે ફિરસ્તા