________________ ખ્રિસ્તી ધર્મ 179 સૃષ્ટિ અને અન્ય પશુપંખીઓનું સર્જન કર્યા પછી ઈશ્વરે પોતાની પ્રતિમારૂપે માનવીનું સર્જન કર્યું. સ્ત્રી અને પુરુષનું સર્જન કરી તેમને ઈશ્વરે સમગ્ર સૃષ્ટિ, પશુપંખીઓ અને સાગરમાંનાં જળચર ઉપર શાસન કરવાના આશીર્વાદ આપ્યા. 18 “મનુષ્ય પ્રથમ ઉત્પન્ન થયો ત્યારે (આદમ અને ઈવરૂપે) નિર્દોષ હતો. પ્રભુની એના ઉપર કૃપા હતી અને એને સ્વતંત્ર ઇચ્છાશક્તિ બક્ષેલી હતી, પણ એ ઇચ્છાશક્તિનો બંનેએ દુરુપયોગ કર્યો. પ્રભુએ જે ઝાડનું ફળ ખાવાની મના કરી હતી તથા જગતમાં પાપ અને પાપની શિક્ષા-મરણ દાખલ થયાં. આ પાપવૃત્તિ માણસમાં જન્મથી જ આવે છે અને તે ઘણી પ્રબળ છે તેથી પ્રભુની કૃપા સિવાય એ જીતી શકાતી નથી.”૧૯ . ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત નથી. માણસને માટે એક જ વાર મરવાનું નિર્માણ થયેલું છે અને પછી તેનો ન્યાય થાય છે. બધા માણસો મૃત્યુ પામ્યા પછી ફરી સજીવન થાય છે અને અનંત કાળ માટે જીવે છે એ સિદ્ધાંત છે. 3. કર્મ પ્રમાણે ફળ : ખ્રિસ્તી ધર્મમાં “કર્મ પ્રમાણે ફળ'નો સિદ્ધાંત સ્વીકારાયો છે. સેંટ પોલ કહે છે: “ભુલાવામાં પડશો નહિ; ઈશ્વર છેતરાતો નથી. માણસ વાવશે તેવું લણશે, જે માણસ દેહની વાસનાઓનાં ક્ષેત્રમાં વાવશે તે વાસનામાંથી વિનાશ જ લણશે, પણ જે આત્માનાં ક્ષેત્રમાં વાવશે તે આત્મામાંથી શાશ્વત જીવન લણશે. ભલાં કામો કરતાં આપણે થાકવું ન જોઈએ, કારણ જો હારીશું નહિ તો યથાકાલે તેનાં ફળ મળશે.” 20 ઈસુ ખ્રિસ્ત કહે છે: “માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેઓ તેના રાજયમાંથી બધા પાપ કરનારા અને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મમાર્ગે ચાલનારા પોતાના પરમ પિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને કાન હોય તે આ સાંભળે”૨૧ 4. અનિષ્ટઃ આ જગતમાં દુઃખ, શોક, બીમારી વગેરે જાતજાતનાં દુઃખો જોવા મળે છે. આ દુઃખોને અનિષ્ટ કહેવામાં આવે છે. અનિષ્ટ તત્ત્વની વ્યાપકતા અંગે ખ્રિસ્તી ધર્મ માને છે કે એ મનુષ્યના જીવનમાં સર્વત્ર વ્યાપી રહેલું ભયંકર તત્ત્વ છે. માણસનો મૂળભૂત સ્વભાવ સારો હોવા છતાં તેઓ પાપ કરીને ઈશ્વરના, બીજાઓના અને પોતાની જાતના ગુનેગાર બને છે. સત્કર્મ કરવાને બદલે દુષ્કર્મને પસંદગી આપવા માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. આમ, ખરેખરું અનિષ્ટ તો અંગત સ્વાર્થ સાધવા માટે ઈશ્વરદત્ત સંકલ્પસ્વાતંત્ર્યનો દુરુપયોગ કરવો તે છે. આ દુરુપયોગથી તેમજ અન્યને ઈજા પહોંચાડવાથી પાપ થાય છે.